________________
/ ૧૧૯ ]
૫. આપણે અત્યારે જે ધરતી ઉપર રહ્યા છીએ એ ધરતીની નીચે હજારો માઇલ ગયા બાદ આપણી ધરતીને છેડે જ જોડાયેલી સાત નરકપૃથ્વી પૈકી પહેલી નરકપૃથ્વી રહેલી છે. આ જ પૃથ્વીમાં ભવનપતિ અને વ્યંતર દેવો રહેલા છે.
* જ્યારે વિજ્ઞાન આપણી ધરતીની જોડે જોડાયેલી કોઇ જંગી પૃથ્વી છે એવું સ્વીકારતું નથી એટલે નકો જેવી સૃષ્ટિ નીચે છે એનું તો એને સ્વપ્નું પણ ના આવે.
૬.
આપણે (જૈનો), વૈદિક હિન્દુ ગ્રન્થો, બૌદ્ધ ગ્રન્થો અને ઇસુખ્રિસ્તનું લખેલ બાઇબલ વગેરે પ્રાચીન બધા ધર્મો પૃથ્વી સ્થિર છે અને સૂર્ય-ચંદ્ર ફરે છે એવું જણાવે છે.
* જ્યારે વિજ્ઞાન પૃથ્વીને ફરતી અને ગોળાકારે માને છે અને સૂર્ય-ચંદ્ર વગેરે સ્થિર છે એમ માને છે.
૭. જૈન ખગોળ આકાશમાં દેખાતા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા જે દેખાય છે તે બધા જ સ્ફટિકરત્નનાં તેજસ્વી વિમાનો હોવાથી તેને જોઇએ છીએ અર્થાત્ જે દેખાય છે તે બધા સ્ફટિકરત્નનાં બનેલાં જંગી વિમાનો જ છે અને તેની અંદર અસંખ્ય દેવ-દેવીઓ આમોદ-પ્રમોદમાં જીવન વીતાવી રહ્યા છે. અનાદિથી અનંતકાળ સુધી આ વિમાનોનો ધર્મ ઘુમતા જ રહેવાનો છે એમ માને છે.
* જ્યારે વિજ્ઞાન આકાશમાં દેખાતા ચમકતા સૂર્યાદિ ગ્રહો વગેરેને વિમાનો છે એવું માનતા નથી. સૂર્યને અગ્નિનો ધગધગતો ગોળો માને છે. ચંદ્ર, મંગળ વગેરે ખડકો, પહાડો વગેરેના બનેલા છે એમ માને છે. ત્યાં કોઇ સજીવ વસ્તુ નથી, દેવ-દેવી, પ્રાણી, વનસ્પતિ કે નાનું-મોટું કોઇપણ જાતનું ચૈતન્ય જીવન નથી એમ માને છે.
૮. જૈનો ચંદ્ર સ્વયં પ્રકાશિત છે, ચંદ્રનું વિમાન સ્ફટિકરત્નનું બનેલું છે અને એ મહાન રત્નનો મહાન પ્રકાશ જ ધરતી ઉપર આવે છે એવું માને છે.
* જ્યારે વિજ્ઞાન એ ચંદ્રને પૃથ્વીથી છૂટો પડેલો ટુકડો છે એમ માને છે. ચંદ્ર ખડકો, પથ્થરનો બનેલો છે એટલે તેઓ ચંદ્રને સ્વયં નિસ્તેજ માને છે.
ત્યારે ચંદ્રમાં પ્રકાશ દેખાય છે તેનું શું કારણ ? તેના કારણમાં કહે છે કે સૂર્યનું તેજ ચંદ્ર ઉપર
પ્રતિબિંબિત થાય છે અને તેથી ચંદ્ર પ્રકાશિત થાય છે.
૯. આપણી આ ધરતીથી ઊંચે હજારો માઇલ દૂર જઇએ ત્યારે જ્યોતિષચક્ર આકાશમાં પથરાયેલું આવે છે. સેંકડો માઇલના ક્ષેત્રમાં રહેલા જ્યોતિષચક્રને વટાવીને આગળ જઇએ તો કરોડો માઇલ ગયા પછી સ્થિર એવા બાર દેવલોક પૈકીના પહેલા દેવલોકનાં વિમાનોની શરૂઆત થાય છે. પહેલા દેવલોકથી લઇ આ વિમાનો અબજોના અબજો માઇલ ઊંચા રહેલાં છે, અને તે એકબીજાથી ખૂબ જ દૂર દૂર હોય છે. બાર દેવલોક, તે પછી નવ ચૈવેયક દેવો અને તે પછી અનુત્તર વિમાન આમ ૨૨ પ્રકારના દેવોનો વસવાટ પૂરો થઇ જાય, તે પછી ફક્ત અનુત્તરના મધ્યસ્થ વિમાનની જગ્યાથી બાર યોજન એટલે ૪૮ ગાઉ દૂર અનંત જ્યોતિરૂપ મોક્ષનું સ્થાન રહેલું છે. તેની નીચે એ સ્થાનનું સૂચન કરતી ૪૫ લાખ યોજન લાંબી-પહોળી અને આઠ યોજન જાડી મહાન સિદ્ધશિલા આકાશમાં અદ્ધર રહેલી છે. (આટલી મોટી વિશાળ જંગી સિદ્ધશિલા આકાશમાં નિરાધાર રહી છે)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org