________________
9 આવૃત્તિઓ પણ બહાર પડી ચૂકી છે. આમ છતાં વિસ્તાર, વિવેચન, ભવ્યતા, ચિત્રો, સુંદરતા વગેરે ગણતરીએ પર અમે આ ગ્રન્થને આવકાર પાત્ર લેખીએ જ છીએ.
* * એકંદરે આ ગ્રંથ જૈન દષ્ટિએ ચારેગતિની પૌગલિક તેમજ ભૌગોલિક સ્થિતિ સમજવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડે તેમ છે.
[જાણીતું માસિક પત્ર-સુવાસ’ [વડોદરાના વિસ્તૃત અભિપ્રાયમાંથી]
જૈનધર્મનાં શાસ્ત્રીય તત્ત્વોને સરલતાથી રજૂ કરનાર ગુજરાતી ભાષામાં આવો ગ્રંથ હું તૈયાર કરવા માટે સાહિત્ય અને કલાપ્રેમી મુનિ શ્રી યશોવિજયજી મહારાજને અમારા અભિનંદન.
જેમને કંઈ જાણવાની જિજ્ઞાસા છે એવા સહુને રાત્રિ અને દિવસ, નક્ષત્ર અને તારા, સૂર્ય અને ચંદ્ર એ સર્વ બાબતમાં બહુ જ સરલતાપૂર્વક સમજણ આપતો આ ગ્રંથ ગુજરાતીઓએ વધાવી લેવા જેવો છે.
ગુરુવર્યોના કલામય આકર્ષક ફોટાઓ, રંગીન ચિત્રો-યંત્રો આદિથી વિભૂષિત આ દળદાર ગ્રંથ બાહ્ય દષ્ટિથી જોનાર પ્રેક્ષકોનું પણ સહસા ધ્યાન ખેંચે તેવો અને પુસ્તકાલયોને દીપાવે તેવો છે.
તે તે પ્રકારના અભ્યાસીઓને ગ્રંથ ઉપયોગી થાય તે રીતે અનુવાદકે પરિશ્રમ કર્યો જણાય છે.
ત્રણે લોક સંબંધમાં જૈનોની શું માન્યતા છે? એ સંબંધી બીજે ન મળી શકતું જાણવાનું આ ગ્રંથ દ્વારા મળી શકે તેમ છે તેથી જૈનો સિવાય અન્ય જિજ્ઞાસુ અધિકારીઓને પણ આ ગ્રંથ ઉપયોગી થઈ શકે તેવો છે.
આ ગુજરાતી ભાષાંતરકાર તરૂણ મુનિ અભિનવ યશોવિજયજી વડોદરા રાજ્યના C વતની હોઈ ગુજરાત ગૌરવ લેવા જેવું છે.
[માનીતું માસિક પત્ર-શારદા વડોદરા]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org