________________
પીરસનાર નીરવે બીલ ૧૨૯ ]
[
સામાન્ય વાચકના રસનો વિષય તે હોઇ શકતો નથી. એટલે એવા પંડિતો મૂળ સંસ્કૃત ગ્રંથો પણ વાંચી શકે, પરન્તુ અનુવાદકના પ્રસિદ્ધિકરણની ઉપયોગિતાનું માપ તો અનુવાદ ઉપરથી જ જૈન ખોળનો રસ અને અભ્યાસનો વિષય બનાવનારાઓ ઉપરથી નીકળી શકશે.
[જાણીતું સાપ્તાહિક પ્રજાબંધુ’ પત્ર-અમદાવાદ] સમીક્ષક સુપ્રસિદ્ધ લેખક ચુનીલાલ વર્ધમાન શાહ
શ્રીમદ્ ચંદ્રસૂરીશ્વરજી મહારાજ રચિત આ ગ્રન્થ પૂજ્ય સાધુ-સમાજ અને જ્ઞાનપિપાસુ સમાજમાં એક અભ્યાસના ગ્રન્થ તરીકે પ્રચલિત છે.
દૈવાદિ ચાર ગતિ આશ્રયી આયુષ્ય, શરીર પ્રમાણ વગેરે ૩૪ તારોનું વિસ્તાર યુક્ત વર્ણન મુખ્યત્વે આ ગ્રંથમાં કરવામાં આવેલ છે, એટલે ચારે ગતિની પૌદ્ગલિક અને ભૌગોલિક માહિતી આમાંથી મળી આવે છે. બીજી રીતે કહીએ તો જૈન-ભૂગોળ અને વિજ્ઞાનની દૃષ્ટિ આ ગ્રંથમાંથી મળી રહે છે.
સામાન્ય રીતે કથાનુયોગ તરફ જનતાને જેટલી રૂચિ હોય છે તેટલી રૂચિ આવા ગણિત તત્ત્વના ગ્રંથો તરફ હોતી નથી. એટલે આ ગ્રંથનું મહત્ત્વ બહુ જ ઓછા પ્રમાણમાં જનતા સમજે છે.
બીજી રીતે આ ગ્રંથના વિષયને આધુનિક દૃષ્ટિએ સમજાવવામાં આવે તો આજની વૈજ્ઞાનિક શોધો સાથે સંબંધ ધરાવતા, અને એવી શોધોની પ્રેરણા જન્માવતા ઘણા મહત્વના તાત્ત્વિક સિદ્ધાન્તો આમાં રહેલ છે. ભૌગોલિક દૃષ્ટિએ પણ ઘણા જાણવા જેવા અને આજની ભૌગોલિક શોધખોળમાં નવી જ પ્રેરણા આપતા પ્રસંગો પણ આમાં રહેલા છે, પણ તે જાણવા, વિચારવા અને તેનો યુગષ્ટિએ ઉપયોગ કરવાની તક આપો લઇ શક્યા નથી. તેનું કારણ આવા સાહિત્ય પરત્વેની આપણી ઉદાસીનતા, અને રોચક શૈલીનો અભાવ છે.
આ ઉદાસીનતા ટાળવા અને વસ્તુને વધુ રોચક, વધુ સરળ તેમજ વધુ રસિક બનાવવા માટે ભાષાન્તરકારે સારી પ્રયાસ કર્યો છે. જ્યાં જ્યાં વિષયની ગહનતા જણાઈ છે ત્યાં ત્યાં આબેહૂબ ચિત્રી આપી વસ્તુ સરલ કરવામાં આવી છે. જ્યાં જ્યાં તત્ત્વોને આધુનિક વિજ્ઞાનની દષ્ટિએ કે ભૌગોલિક દૃષ્ટિએ ઘટાવવાં જેવું જણાયું છે ત્યાં ત્યાં સુોગ્ય રીતે ઘટાવવામાં આવેલ છે, અને જરૂરી વિવેચન પણ સાથોસાથ કરવામાં આવેલ છે.
આ રીતે આ ગ્રન્થ તેના ચાલુ અભ્યાસકોને એક સરલ શિક્ષક રૂપ બન્યો છે, જ્યારે અન્ય વર્ગને જૈનદૃષ્ટિ જાણવા માટે એક ઉપયોગી સામગ્રીરૂપ બન્યો છે.
લેખકે જણાવ્યું છે તેમ, એક વસ્તુ સમાજે વિચારવી જરૂરી છે કે, આપણી પાસે એવું ઘણું સાહિત્ય પડયું છે કે જેના આધારે વિજ્ઞાનને નવો પ્રકાશ મળે, શોધકોને નવી દષ્ટિ મળે, પણ આવા સાહિત્યના ગદ્વેષીની આજે ખામી છે. આ ખામી દૂર કરવાનો ગંભીર વિચાર આપણે કર્યો નથી. વધુ નહિ તો આજના વિજ્ઞાન ક્ષેત્રના બે-ચાર અભ્યાસીઓને આપણા સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કરવા, અને તેનો યોગ્ય ઉપયોગ કરના માટે બેસાડવામાં આવે તો નવી શોધખોળનો કેટલોક યશ જૈનસમાજને ફાળે નોંધાવી શકાય. એક વાત તરફ હજુ અમારે ધ્યાન ખેંચવું જોઈએ કે આવા સાહિત્યને સર્વ સામાન્ય બનાવવાની જરૂર છે. રૂઢ ભાષાથી આ પુસ્તકને પર રાખવાની દૃષ્ટિ રાખવામાં આવેલ હશે. તેમજ સર્વ સામાન્ય ભાષાીલી રાખવાનો સંકેત પણ હશે, પરંતુ હંમેશના વાતાવરણથી ટેવાએલી ભાષાનો રંગ કોઈ કોઈ સ્થળે આવી ગયો છે કે જે વસ્તુ સાધારણ સમાજને સમજવામાં જરા આકરી પડે. આવી અગવડ દૂર કરવામાં ZAMANIZMIM
Jain Education International
For Personal & Private Use Only
doodl
www.jainellbrary.org