________________
ચી ગ
બીપીબીપીસીએલ [ ૧૨૮ ]
આ ગ્રન્થમાં નવદ્વારો બાંધીને વ્યાખ્યા કરવાની સુંદર અને વ્યવસ્થિત પ્રથા સ્વીકારી છે. ખગોળના ઉપર આ એક જૈન શાસ્ત્રીય ગ્રન્થ છે, અને તેથી તેની મહત્તા વધારે છે. ખગોળના અભ્યાસીઓ, તેમજ જ્યોતિષીઓને પણ આ વિષયમાં જૈનદૃષ્ટિબિંદુ જાણવાથી અવશ્ય લાભ થશે. આવા શાસ્ત્રીય ગ્રન્થનો અનુવાદ કરવાનું કામ અતિશ્રમ સાધ્ય છે. તેથી અનુવાદ કરનાર અને પ્રકાશક બન્નેને અભિનંદન ઘટે છે. અનુવાદકે વિસ્તૃત ઉપોદ્ઘાત સાથે જોડ્યો છે. તેમાં એમણે ખગોળના વિષયની સારી ચર્ચા કરી છે.
જૈન દૃષ્ટિએ આ ગ્રંથમાં વિસ્તૃત વિચારણા કરવામાં આવી છે.
[સચિત્ર સાપ્તાહિક પ્રસિદ્ધ ‘ગુજરાતી’ પત્ર મુંબઇ]
*
યંત્રચિત્ર સમેતનો આ અનુવાદગ્રંથ છે. ખગોળનો વિષય એવો ગહન છે કે તેના અભ્યાસીઓ બહુ થોડા હોય, અને તેનો અભ્યાસ કરી સમજીને ગ્રંથ લખવા જેટલી નિષ્ણાતતા પ્રાપ્ત કરવી એ તો વિરલ અભ્યાસીને ફાળે જ જાય, એટલે આ અનુવાદ માત્ર વીશ વર્ષની વયના એક યુવાન મુનિએ કરેલો છે તે જોતાં એમની ધીરજ, અભ્યાસરતિ અને ચોક્કસાઇની પ્રશંસા જ કરવી જોઇએ.
જૈન ખગોળ વૈદિક ખગોળથી અનેરૂં હોવા છતાં પાશ્ચત્ય ખગોળથી જુદું જ છે. તેના નિર્ણયો આજના વિજ્ઞાનસિદ્ધ ખગોળથી ઘણા જ જુદા પડે છે. અનુવાદક એનો ખુલાસો આપે છે કે “વિજ્ઞાનસિદ્ધતા એ કાંઇ અંતિમ નિર્ણય નથી. કારણ કે વિજ્ઞાન આગળ વધે છે અને નિર્ણયો બદલાય છે. પરંતુ જૈન નિર્ણયો સર્વજ્ઞના છે અને તે અચળ છે.’ આ વિજ્ઞાનનો જમાનો આવી વાતોને શ્રદ્ધાની આંખે જોઇ શકે તેમ નથી, છતાં જૈન ખગોળ એટલે ઉપલકીઉં કપોળકલ્પિત શાસ્ત્ર નથી, પણ રજે રજનો હિસાબ ગણીને કાળ અને સ્થળનાં સૂક્ષ્મ અણુઓને માપી માપીને રચવામાં આવેલું એક વિસ્તૃત શાસ્ત્ર છે, એ આ ગ્રન્થ અને તેમાંની આકૃતિઓ જોતાં જણાઇ આવે છે. વૈજ્ઞાનિક ખગોળના પ્રશ્નોના જવાબો આ શાસ્ત્રકથિત ખગોળ ન આપે, તો પણ તે ઊંડા ઉતરવા જેવી, અભ્યાસ કરવા જેવી એક વસ્તુ છે. ફેંકી દેવા જેવી કે ઉપલક દૃષ્ટિએ જોઈને નિર્ણય આપી દેવા જેવી વસ્તુ નથી, અલબત્ત, વિજ્ઞાનયુગ ચર્મચક્ષુથી જે બતાવે છે તે આ શાસ્ર સર્વજ્ઞની ચક્ષુથી જોવાયેલું માન્ય રાખીને અને બને તેટલા પ્રમાણમાં ગણિત-માપથી કરી આપીને જ વિરમે
છે.
Jain Education International
ગ્રન્થને તૈયાર કરવા પાછળ જેટલો અનુવાદકે અને ચિત્ર કરનારાઓએ શ્રમ લીધેલો છે, તેટલો જ પ્રકાશકે તેના રંગીન ચિત્રો-યંત્રો વગેરે છપાવીને પ્રસિદ્ધ કરવામાં શ્રમ લીધો છે. છૂટે હાથે ખર્ચ કરવામાં આવ્યો છે.
અનુવાદકના શ્રમની કદર વસ્તુતઃ અભ્યાસીઓ જ કરી શકે તેમ છે અને એવા અભ્યાસીઓ-આવા ગહન વિષયના અભ્યાસીઓ જૈનોમાં કે જૈનતરમાં કેટલા હશે તેની કલ્પના કરી શકાય તેમ છે. જેઓ આવા વિષયના રસિક હોય છે તે બહુધા પંડિતો જ હોય છે. ચીરીઓ
સ
evételéve
For Personal & Private Use Only
www.jainelibrary.org