________________
0000000નું [ ૧૨૩ ]
ભાવનગર નિવાસી શ્રુતજ્ઞાનના ઊંડા અભ્યાસી સ્વ. શેઠ શ્રી કુંવરજી આણંદજીનો અભિપ્રાય તેમના ૪૫ વર્ષ જૂના પત્રમાંથી
નોંધ-વિ. સં. ૧૯૯૩માં પૂ. મુનિ શ્રી યશોવિજયજીએ લખેલા ભાષાંતરના ફર્મિઓ વાંચી પ. પૂ. આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ ઉપર કુંવરજીભાઇએ લખેલા કાગળો પૈકી એક કાગળનો સાર.
*
*
ઘણી નાની ઉંમરમાં પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજે કરેલા ભાષાંતરના બધા ફર્મિઓ આપશ્રીના આદેશથી મહોદય-પ્રેસે મને મોકલી આપ્યા છે, તેથી આનંદ થયો.
*
લખાણ વાંચી ગયો, વાંચતા અનેક શંકાઓ ઉઠી, તે શંકાઓ મેં મુનિશ્રી યશોવિજયજીને સમાધાન માટે લખી જણાવી અને તેઓશ્રીએ પણ તેના ઘણા સંતોષકારક જવાબ આપ્યા તેથી મને ઘણો જ સંતોષ થયો.
આપે અને એમના ગુરુદેવે એમના જ્ઞાન વિકાસ પ્રત્યે જે ધ્યાન આપ્યું તેથી અને દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ ઉપર તથા પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષા ઉપર વિશાળ વ્યુત્પન્ન સ્ફુર્તિ જોઇ ઘણા આશ્ચર્ય સાથે આનંદ થાય છે. આવા મુનિશ્રી માટે આપ સહુ અને જૈનસંઘ જેટલું ગૌરવ લે તેટલું ઓછું છે. મારા નંદન પાઠવજો.
એક વાત ખાસ લખવી જોઇએ કે મેં ઘણું વાંચ્યું વિચાર્યું અને છેલ્લાં કેટલાંએ વર્ષોથી પૂ. સાધુ-સાધ્વીજીઓને હું ભણાવું છું. મારા ભણવા અને ભણાવવા દરમિયાન કેટલીએ બાબતો પ્રત્યે મને ઘણી શંકાઓ થએલી, તે બાબતનું ક્યાંય સમાધાન વાંચવા ન મળ્યું, બીજા વિદ્વાનોને પૂછતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો, તેનાં ગળે ઉતરે તેવાં સમાધાનો મુનિશ્રીજીના ભાષાંતરમાંથી મળી આવ્યા તેથી મને અનેરો આનંદ થયો.
હવે મારા તરફથી વિનંતિ એટલી કે આ ભાષાંતર સુપાચ્ય છે. બધી રીતે આદર પાત્ર છે. ખૂબ જ વિશાળ કર્યું છે. ભાષા સરળ, સાદી અને સમજાવવાની શૈલી પણ ખૂબ જ સુંદર છે. તો હવે કર્મગ્રન્થો-પ્રકરણો-ભાષાંતરો આ પદ્ધતિએ જ જો થાય તો ભણનાર વર્ગ ઉ૫૨ મોટો ઉપકાર થશે. યોગ્ય લાગે તો મારી વાત તેમને જણાવજો. ચિત્રો તો બુક પ્રકાશિત થયે જોવા મળશે. ફરી મારાવતી મુનિરાજને ખૂબ ધન્યવાદ કહેજો.
લી. કુંવરજી આણંદજીની વંદના
જૈનધર્મનું તત્ત્વજ્ઞાન સંપાદન કરતાં પહેલાં આવશ્યક ક્રિયાના પાઠો પછી જીવવિચાર, નવતત્ત્વ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, કર્મગ્રંથ વગેરે પ્રક૨ણોના ગ્રંથોમાં પ્રથમ પ્રવેશ કરવો પડે છે. આજકાલ કેટલીક જૈન શાળાઓમાં તેવાં પ્રકરણો શીખવવામાં આવે છે કે જેનાં મૂળસૂત્રો, અવર, ટીકા વગેરે માગધી અને પ્રાકૃત ભાષામાં હોવાથી અને કેટલાકનાં ગુજરાતી ભાષાંતરો સંક્ષિપ્તમાં થયેલ હોવાથી તે અલ્પ હોય છે, કે જેથી તેના વિસ્તૃત વિવેચનના અભાવે માત્ર શબ્દજ્ઞાન થવા જેટલું બને છે. વળી પ્રાકૃત સંસ્કૃતના અભ્યાસી માત્ર ગણ્યાગાંઠ્યા મુનિમહારાજાઓ હોવાથી તે તે પ્રકરણોની અનેક સંખ્યામાં ટીકાઓ હોવાથી તેનું જ્ઞાન સંપૂર્ણ લઇ શકાતું નથી.
ધાર્મિક શાળાઓમાં અભ્યાસ કરતા ગુજરાતી ભાષાનું જ જ્ઞાન ધરાવનાર બાળકો તેમજ મુનિમહારાજાઓ આવા પ્રકરણ અને તેના વિસ્તારપૂર્વક અર્થ સાથે તેવા ગ્રંથો પ્રગટ થતા નહિ હોવાથી, તેવા અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. આ ખોટ પૂરી પાડવામાં આવા પ્રકરણોનું શુદ્ધ, સરળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org