________________
[ ૧૧૬ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
-કેટલોક સમય ગયા બાદ મહારાષ્ટ્રના એક ખેડૂત જેવા જૈન ભાઈ (અત્યારે નામ ભૂલી ગયો છું) જેઓ દિગમ્બર જૈન હતા, ભૂગોળ-ખગોળના ૩૦ વરસથી અભ્યાસી હતા. એ ભાઈ મારા પરિચયમાં હતા એટલે તેમણે મેં ઉપરોક્ત બાબત કાગળ લખી જણાવી. ત્યારે તે પણ આશ્ચર્ય પામ્યા. મને લખ્યું કે આ વાતની જાણ મને પહેલીજવાર થાય છે. પછી તેઓએ કહ્યું કે વિચારવું પડશે. તેઓ ચિન્તન, મનન કર રહ્યા પરનું સંતોષ થાય એ રીતે મને સમાધાન જણાવી ન શક્યા. હજુ હું આનું સમાધાન શોધી રહ્યો છું.
૧૯ભી સદીમાં વિજ્ઞાન પ્રકાશની ગતિ માપવા સમર્થ બન્યું અને એક સેકન્ડમાં ૧૮૬૦૦૦ માઈલની. તેની ગતિ છે. આના આધારે પ્રકાશ વર્ષનું ગણિત અસ્તિત્વમાં આવ્યું.
લેખાંક-૧૪ જાણવા જેવી છૂટીછવાઈ જાતજાતની ટૂંકી ટૂંકી થોડી વિગતો જ
લેસર કિરણ નોંધ-ગમે તેટલે દૂર રહીને એકદમ ઝડપથી સહીસલામત રીતે દુશમનના આક્રમણને ખતમ કરી નાંખે તેની શોધ મોટાં રાષ્ટ્રો વરસોથી કરી રહ્યા હતા. ઘણાં અખતરાને અન્ને લેસર કિરણની શોધ હાથ ઉપર આવી. જે દૂરથી જ બધું બાળીને ખાખ કરી નાંખે અને છોડનાર સલામત રહી જાય, ફેંકનારનો વિજય ગણાય.
વૈજ્ઞાનિકોએ ગામાકિરણ, ક્ષ કિરણ (એક્ષરે) વગેરે કિરણો પેદા કર્યા છે. હવે લેસર નામના કિરણની શોધ છેલ્લાં પચાસેક વર્ષથી થઇ છે અને તમામ ક્ષેત્રોમાં તમો વિચારી ન શકો કે કલ્પી ન શકો એવા ચમત્કારિક લાભો સર્જવા માંડયા છે. આ કિરણનો ઉપયોગ અનેક રીતે થઈ રહ્યો છે. રક્ષણ અને ભક્ષણ, સર્જન અને સંહાર બંનેમાં થઈ રહ્યો છે. જોતજોતામાં આંખના મોતીયાને કાઢી શકે છે. અનેક દર્દી ઉપર, પદાર્થોના પરાવર્તનમાં અકલ્પનીય ચમત્કારો બતાવે જાય છે. લેસરના કિરણની તાકાતનો એક દાખલો જોઇએ.
પૂર્વ-પશ્ચિમ સામસામી દિશામાં રહેલાં છતાં વિશ્વની ઉત્તરદિશામાં છેડા ઉપર બંને દેશો ભેગા થઈ જતાં રશિયા અને અમેરિકા બંને મહાસત્તાઓ લશ્કરી તાકાતમાં લગભગ સરખી તાકાત ધરાવે છે. અમેરિકાથી ૪૦૦૦ માઈલ દૂર રહેલ રશિયા પોતાના શસ્ત્ર ભંડારમાંથી કલાકના ૧૮ થી ૨૫ હજાર કિલોમીટરની ગતિથી પ્રચ૭ ઉષ્ણ કિરણો આકાશમાં જેવાં પ્રસારિત કરે છે તે ખબર અમેરિકા પોતાનું કટ્ટર દુશમન રશિયાની લશ્કરી હિલચાલની ચોવીશે કલાક આકાશમાં ધ્યાન રાખતાં યાત્રિક સાધનોથી અમેરિકાને તરત જ ખબર આપી દે અને ખબર પડતાંની સાથે જ આકાશમાં ઘૂમતાં રશિયાના શસ્ત્રને જોતજોતામાં લેસર કિરણો ફેંકી આકાશમાં જ ખતમ કરી નાંખે. અમેરિકા સામે આવી જ કિરણો છોડવાની તાકાત રશિયા પાસે પણ છે.
* અમેરિકામાં અમાનવ અવકાશયાન પાયોનિયર નં. ૧૦ બધા જ ગ્રહોથી ખૂબ દૂર દૂર પ્રવાસ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org