________________
[ ૧૧૫) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
આ વાતને જરા સ્પષ્ટતાથી સમજીએ.
અત્યારે વૈજ્ઞાનિકોએ નિમણિ કરેલા પૃથ્વીના નકશામાં તેમજ પૃથ્વીના ગોળાકારે તૈયાર થએલા ગોળામાં પૃથ્વીના ઉત્તરાર્ધના ટોચના ભાગે એક બાજુએ રશિયાનો છેડો, બીજી બાજુ અમેરિકાના ઉપરના ભાગમાં કેનેડા આવેલું છે અને એ કેનેડાની સાથે જોડાએલો અલાસ્કાનો જાણીતો પ્રદેશ છે. અલાસ્કાની ધરતીનો એક છેડો, બીજી બાજુ રશિયા ઉત્તરધ્રુવ મહાસાગરથી પશએલો છે. એ રશિયાના જમણા છેડે ઉત્તરધ્રુવવૃત્ત આ નામની ધરતી છે અને આ ધરતીના છેડા ઉપર ઇએસ કરીને ગામ છે, એ ગામની નજીકનો છેડો, આ રીતે રશિયા અને કેનેડાના બંને બાજુના છેડા નજીક નજીક આવેલા છે. આ બંને દેશના બંને છેડાની વચ્ચે નાનકડી સામુદ્રધુની છે, જેને બેરીંગની સામુદ્રધુની કહેવામાં આવે છે. આ રીતે પૂર્વગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધનો ઉપરનો છેડો બંને સામસામે આવી જાય છે. પરંતુ જ્યારે ગોળાને ચપટ કરીએ ત્યારે દક્ષિણ ગોળાર્ધના ભાગોમાં રહેલા પ્રદેશો વચ્ચેનું અંતર એકદમ વધી જાય છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનું અંતર ઘણું વધી જવાથી ભૂગોળના વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક સાધન દ્વારા એક દેશથી બીજા દેશ વચ્ચે માપેલું દરિયાઈ અંતર તે ખોટું પડી જાય છે. એ ખોટું પડે એ ચાલી શકે નહિ. કેમકે સ્ટીમરોમાં અંતર માપવાનાં વસ્ત્રો હોય છે અને દૂર દૂરની ઓફિસો અડધો અડધો કલાકે સ્ટીમરે કેટલું અંતર કાપ્યું તેના રિપોર્ટ પણ મેળવતી હોય છે. પૃથ્વીને વર્તુળાકારની ગણતરીએ નિશ્ચિત કરેલું અંતર બંધબેસતું થાય છે તો સમાધાન શું?
૨. આજથી ૩૦-૩૫ વરસ ઉપર રાતના નવ વાગે અગાશીના છાપરા નીચે બેઠો હતો. પૂનમનો ચંદ્રમા ઊગ્યો હતો. લગભગ બાર વાગ્યા હતા અને મારી નજર ચંદ્રમા ઉપર હતી. ચંદ્રમા ઊગ્યો ત્યારથી પાંચ કલાક સુધી એકધારો ગતિમાન રહ્યો. એકધારો ગતિમાન એટલે કે ચંદ્રમામાં જે ચિહ્ન દેખાય છે તે પ્રસિદ્ધ માન્યતા મુજબ હરણ કહીએ છીએ, તે હરણનાં શીંગડાં માથે દેખાય અને પગ નીચે વાળેલા હોય. વરસોથી આપણે એ રીતે જોતા આવ્યા છીએ પણ પહેલીવાર આજે મને નવો અનુભવ થઈ રહ્યો હતો. રાતના બાર પછી ધીમે ધીમે હરણે ઊલટાવાની શરૂઆત કરી. રાતના બાર પછી જ ઘટના બનતી હોય ત્યારે મુકામમાં સુતા હોય એટલે ખ્યાલ શી રીતે આવે એટલે પહેલો જ અનુભવ થઈ રહ્યો હતો, તેથી મને વધુ રસ પડયો, એટલે હું સવાર સુધી જાગતો જ રહ્યો અને આ ચંદ્રમાના હરણની ચાલને જોતો જ રહ્યો. આ હરણ ધીમે ધીમે ઊલટાતું ઊલટાતું સવારે પાંચ વાગ્યા ત્યારે તો સાવ ઊલટાઈ ગયું હતું. પછી તો બીજા દિવસોમાં રાતના બે-ચાર વખત નિરીક્ષણ કર્યું અને વાત અંકે કરી.
| ચંદ્ર વર્તુળાકારે પરિભ્રમણ કરતો હોય તો હરણને ઊલટું થવાનું કોઇ જ કારણ નથી દેખાતું અને એમાંય અત્યન્ત વિચારમાં મૂકી દે તેવી બાબત એ છે કે ઉદય થયા પછી રાતના બાર વાગ્યા સુધીમાં કશો જરાતરા પણ ફેરફાર ન થાય અને બાર વાગતાંની સાથે જ એટલે બાર વાગી ગયા પછી ધીમે ધીમે ચંદ્રમાંનું હરણ પ્રદક્ષિણા શરૂ કરતું કરતું સવારના પાંચ વાગે પૂરેપૂરું ફરી જાય છે, તેનું શું કારણ? ચંદ્રમા ઊલટાઈ નથી જતો પણ ફરી જાય છે. તો આ બાર વાગ્યા પછી એવું શું કારણ આકાશમાં રોજ બને છે? એવી શું પરિસ્થિતિ બને છે તે આ એક ન સમજી શકાય તેવી ઘટના છે. કોઈપણ વ્યક્તિ પૂનમની રાત્રે આ અનુભવ કરી શકે છે.
૧. જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે ચંદ્રમાં જોવા મળે છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org