________________
[ ૧૧૩ ) +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
લેખાંક-૧૨ ક વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો અંગે અવનવું કંઈક જાણવા જેવું જ સેંકડો વર્ષ પહેલાં ભૂગોળ-ખગોળની બાબતમાં વૈજ્ઞાનિકો વધુમાં વધુ ચોકસાઈભર્યું જ્ઞાન બહુ ઓછું ધરાવતા હતા. વિજ્ઞાનમાં રસ લેનારા પણ ત્યારે બહુ ન હતા. બુદ્ધિનો વિકાસ ત્યારે એટલો થયો ન હતો. આકાશ સંશોધન માટે વેધશાળાઓ ન હતી. તેમજ જોવા માટે દૂરબીનો ન હતાં, ભૂગોળ પ્રવાસ કરનારા સાહસિકો અને અનુકૂળ સાધનો ખાસ ન હતાં. એટલે આ ક્ષેત્રમાં બહુ ઓછા વિજ્ઞાનના રસિકો પ્રવૃત્તિ કરતા હતા, પણ સમય જતાં ખગોળશાસ્ત્રીઓ અને સાહસિકો જન્મ્યા અને તે દિવસે સંશોધનનાં દરવાજા ખૂલી જતાં વિજ્ઞાનનાં ક્ષેત્રો ખૂબ વિકસતાં અને વિસ્તરતાં રહ્યાં. તેમજ છેલ્લા સૈકાઓમાં સંશોધનને માટે અનિવાર્ય એવાં દૂરબીનો પણ તૈયાર થયાં. જેના પરિણામે વિજ્ઞાને જંગી કૂચ કરી, દોટ મૂકી અને પછી હરણફાળ ભરી. પરિણામે વિજ્ઞાન અને ટેકનોલોજી પુરબહારમાં ખીલી ઉઠયું. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ વગેરે શું છે, એ ઉપર તલસ્પર્શી સંશોધન કર્યું. આ તત્ત્વો ઉપર સારો રાબૂ ધરાવ્યો. અનેક ક્ષેત્રોમાં ન કલ્પી શકાય એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ટેકનોલોજી ક્ષેત્રે અનેક ચમત્કારો સજ્ય, માનવબુદ્ધિને સ્તબ્ધ બનાવી દીધી અને દુનિયાને દંગ કરી, દુનિયાને પણ સાંકડી બનાવી દીધી.
એક વખત વૈજ્ઞાનિકોને થયું કે એક વર્ષ સમર્થ દેશો બધા ભેગા થઈને પૃથ્વીનાં અનેક રહસ્યોને ૨ લાવવા માટે નિર્ણય કરે અને જો બધા દેશોના વૈજ્ઞાનિકો કામે લાગી જાય તો પૃથ્વી સાથે સંબંધ ધરાવતી અનેક બાબતો-રહસ્યો બહાર આવે જાણવા મળે. છેવટે ૭૦ રાષ્ટ્રોનો સહકાર મળ્યો, અને ઈ. સનું ૧૯૫૭થી લઇ ઇ. સન ૧૯૫૮નાં સમયમાં એક વર્ષ સુધી અવિરત કાર્યો કરી નવાં રહસ્યો શોધવા માટે સહુએ ભેગાં મળીને આંતરરાષ્ટ્રીય (International Geophysical Year) ભૂભૌતિક વર્ષ ઉજવવાની જાહેરાત કરી.
ઇ. સન ૧૯૫૭ના જૂલાઇથી લઇને ઇ. સન્ ૧૯૫૮ ના ડિસેમ્બર એટલે ૧૭ મહિના સુધી પૃથ્વીની ચારે દિશામાં અનેક સ્થાનો ઉપર જાતજાતનાં પ્રયોગો અને સંશોધનો આદય. એમાં ધ્રુવીય પ્રકાશ, પૃથ્વીની ચુંબકતા, કોસ્મિક કિરણ વગેરેનું સંશોધન થવા પામ્યું. વાયુમંડળનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને અંતરીક્ષના સંશોધનોમાં ઘનિષ્ઠ વાયુમંડળ અને ગુરુત્વાકર્ષણના નિયમોને ભેદવા માટે માનવનું મગજ સ્તબ્ધ થઈ જાય એવી જાતનાં માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહો ઊભાં કયા રોકેટો તૈયાર કર્યા. પ્રથમ રશિયાએ દુનિયાના ઇતિહાસમાં અને પૃથ્વીના આકાશી ઇતિહાસમાં પહેલીવાર ઉપગ્રહ સ્કૂટનિકને અવકાશમાં ચઢાવીને વિશ્વને સ્તબ્ધ કરી દીધું. રોકેટ અને ઉપગ્રહો છોડવામાં આવ્યાં. દક્ષિણધ્રુવ પ્રદેશનું અન્વેષણ તેમજ ભરતી-ઓટની ધારાઓની પરીક્ષા વગેરે અનેક બાબતોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવ્યું. માનવની બુદ્ધિ સ્થગિત થઈ જાય, જેની કલ્પના પણ ન આવે એવી એવી શોધો થવા પામી, તે પછી વિજ્ઞાનની તાકાત, શક્તિ વધી, તે પછી તેનાં નિર્ણયો પણ વધુ ચોકસાઈભર્યા અને વધુ વિશ્વસનીય ગણાવવા લાગ્યા.
ઈ. સન ૧૯૫૭ના ૪થી ઓકટોમ્બરે રશિયાએ માનવસર્જિત ઉપગ્રહ સ્યુટનિકને અવકાશમાં પ્રક્ષેપિત +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org