________________
[ ૧૧ર ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
છે એક વિચારવા જેવી વાત ? ૫. એક વિચાર એવો આવે છે કે એક બાજુ ખગોળની બાબતમાં બંને પક્ષે ઘણા મોટા મતભેદો પ્રવર્તે છે, છતાં ભારતીય જ્યોતિષશાસ્ત્ર અને વૈજ્ઞાનિક જ્યોતિષશાસ્ત્ર આ બંને દ્વારા કેટલીક આકાશી ગણતરી સો એ સો ટકા એકસરખી નીકળે છે. જેમકે--
૧. દરિયાની રોજેરોજ જે ભરતી-ઓટ થાય છે તે કયા કયા ટાઈમે ભરતી અને કયા કયા ટાઈમે ઓટ થશે તેની નોધ વિજ્ઞાન અને ભારતના જ્યોતિષીના ગ્રન્થોમાં આવે છે અને મુંબઈ સમાચાર જેવા પત્રમાં રોજેરોજ આવે છે. પરંતુ બંને પક્ષની નોંધો એકદમ સરખી અને સાચી હોય છે.
૨. ક્યા દિવસે કઈ તિથિ હશે તે, ગ્રહણ કયા દિવસે, કયા ટાઈમે થશે, કેવું થશે, કયાં દેખાશે, કયાં નહિ દેખાય અને તેને લગતી બીજી વિગતો, આ બધી વાતો બંને પક્ષે બરાબર મળતી આવે છે. આ પણ એક નોંધ લેવા જેવી સુખદ બાબત છે એટલે આ બાબતમાં વૈજ્ઞાનિકો પણ આપણી સાથે જ છે.
૩. આ બાબતમાં ગણિત બંનેનું લગભગ સાચું પડે છે. તો તેનું સમાધાન શું?
* ભારતના સુપ્રસિદ્ધ વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝે નિર્જીવ અને સજીવ પદાર્થો વચ્ચે વનસ્પતિસૃષ્ટિ મધ્યમકક્ષાએ અસ્તિત્વ ધરાવે છે. બંને વચ્ચેની રેખા અત્યંત પાતળી છે અને અભેદ્ય નથી. આ માન્યતાની આધારશિલા ઉપર તેઓએ વનસ્પતિની જીવંત પ્રક્રિયાઓનો અને તેમની સંવેદનાઓનો વ્યાપક તેમજ ઊંડો અભ્યાસ કર્યો. તે પછી તેમણે પોતાની માન્યતાના આધારે ખાસ યન્ત્રો બનાવ્યાં અને પછી વનસ્પતિ ઉપર એ યંત્ર દ્વારા પ્રયોગો કરીને સિદ્ધ કર્યું કે વનસ્પતિસૃષ્ટિ માનવીની જેમ જ તમામ પ્રકારની લાગણી અને સંવેદનાઓ અનુભવે છે. વૃક્ષને કાપવા કુહાડીના ઘા કરો ત્યારે કુહાડીના ઘાથી મનુષ્યને જેવી પીડા થાય કે દુઃખ થાય તેવી જ પીડા અને તેવું જ દુઃખ વનસ્પતિને થાય છે. કોઈ માણસ દાતરડું લઇને ઝાડ કાપવા વૃક્ષ પાસે આવે ત્યારે વૃક્ષમાં તેનાં પાંદડાંઓમાં અદશ્ય ભયની ધ્રુજારીઓ, ચિંતા અને વેદના થાય છે. આથી જગદીશચંદ્ર નક્કી કર્યું કે વનસ્પતિમાં જીવ એટલે કે તે સજીવ વસ્તુ છે. પછી પરદેશમાં જઈને પોતાનાં યત્રો દ્વારા વનસ્પતિ સજીવ છે એ જોરદાર રીતે સાબિત કરી આપ્યું અને સમય જતાં લગભગ દુનિયાભરના તમામ વૈજ્ઞાનિકોએ પહેલીવાર વનસ્પતિમાં પણ જીવાત્મા છે તેનો સ્વીકાર કર્યો. જૈન ગ્રન્થોમાં તો વનસ્પતિમાં અપ્રગટપણે રહેલી સુખ, દુઃખ મોહ, રાગ, દ્વેષ, હિંસા, ક્રૂરતા, ભય, ચિંતા, કામેચ્છા આદિ અનેક સંજ્ઞાઓ હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. સર્વજ્ઞ જૈન તીર્થકરોએ કહેલી બાબતો કેટલી બધી યથાર્થ છે તે આજના યાત્રિક સાધનો અને વૈજ્ઞાનિક વિશ્લેષણો દ્વારા ઘણું બધું પુરવાર થયું છે, થઈ રહયું છે અને થશે.
બ્રહ્મક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org