________________
( ૧૧૧ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ લાખ કિલોમીટર દૂર છે. સૂર્ય પૃથ્વીથી ૧૩ લાખ ગણો મોટો છે. વૈજ્ઞાનિકોએ સૂર્યને વાયુનો ધગધગતો એક વિરાટ ગોળો કહ્યો છે અને વૈજ્ઞાનિકો કહે છે કે સૂર્યનાં કિરણો પૃથ્વી ઉપર આવે છે તેને લીધે પ્રકાશ અને ગરમી મળે છે. એના કારણે પૃથ્વી ઉપરની તમામ જીવસૃષ્ટિ ટકી રહે છે. વિજ્ઞાનની બુકમાં ગ્રહોના અંતર બાબતમાં મતાંતરો જોવા મલ્યા છે.
# તારાઓ વિષે જ ૨. વૈજ્ઞાનિકોએ તારાને ગ્રહો કરતાં ઘણા મોટા અને સ્થિર માન્યા છે. ગ્રહો તારાઓ કરતાં ઘણા નાના છે. ગ્રહો સ્વયં પ્રકાશિત નથી પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશે છે એમ જણાવે છે.
મારા જૈન વાચકો ! તમો આગળ વાંચી આવ્યા તેથી સમજાયું હશે કે જૈનધર્મની ખગોળ વચ્ચે વિજ્ઞાનનો જરાપણ મેળ મળે તેમ નથી. વૈજ્ઞાનિકોએ આકાશી ખગોળને (આપણાથી તદ્દન જુદી રીતે જ) દૂરબીનો, કોમ્યુટરો અને અન્ય યાત્રિક સાધનોથી જુદી જ રીતે જોયું છે અને વરસોથી જાહેર કરેલું છે. આ સંજોગોમાં આપણા જ્યોતિષચક્ર સાથે અંશમાત્ર પણ મેળ ખાય તેમ નથી માટે જૈનોએ ખગોળ બાબતમાં પણ વિજ્ઞાન એક સ્વતંત્ર દર્શનરૂપે સમજી તેની સાથે તુલના કરવાનો કે સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવો જરૂરી નથી.
૩. ભૂગોળ-ખગોળની બાબત સાથે સંબંધ ધરાવનારા સાધુ મહારાજો તથા શિક્ષકો વગેરે એક મોટો ભય વ્યક્ત કર્યા કરે છે કે પરદેશની ભૂગોળ જાણીને આપણાં બાળકો-યુવાનોની શ્રદ્ધા આપણાં શાસ્ત્રો ઉપરથી ઊઠી જશે. અપાચે રે આ વાત થોડી ઠીક છે પણ આ ભય થોડો વધુ પડતો છે. | પહેલી વાત એ છે કે સ્કૂલમાં ભણતા જૈન વિદ્યાર્થીઓને અને ભણી લીધા પછી મોટા થયા હોય ત્યારે ભૂગોળનું જ્ઞાન બે-ચાર આની પણ હોતું નથી, પછી કયું સાચું અને કયું ખોટું એની તુલના કરવાનું સૂઝે જ ક્યાંથી? શ્રદ્ધા ખસી જવાની બાબતમાં જોઈએ તો આજે સ્કૂલમાં ભણેલા હજારો સાધુ-સાધ્વીઓ છે, કોઇની શ્રદ્ધા ખસી ગઈ નથી. એનું બીજું કારણ મોટું એ છે કે જેને પ્રજાને પોતાના ભગવાન મહાજ્ઞાની, સર્વજ્ઞ હતા તેની પૂરી શ્રદ્ધા છે. જેને ભગવાન ખોટું બોલે નહીં તેની પણ પૂરી શ્રદ્ધા છે. જ્યારે વૈજ્ઞાનિકો તો ગૃહસ્થો છે, સંસારીઓ છે, પુસ્તકીયા કે દૂરબીન જ્ઞાનવાળાં છે અને અનુમાનોથી જે નક્કી કરેલું હોય તે કંઈ સાચું થોડું હોય ! આવી પણ સામાન્ય સમજ હોય પછી શ્રદ્ધા ઉઠી જવાનું સ્થાન જ ક્યાંથી હોય ! અપવાદે હોય તે જુદી વાત છે.
૪. વૈજ્ઞાનિકો પોતાનાં જંગી દૂરબીનો દ્વારા ગ્રહો માટે ૫૦-૧૦૦ કે વધુ વરસો પછી ગ્રહો અંગે બનનારી ઘટના બાબતમાં ચોક્કસ નિર્ણયો આપે છે. ૬૦-૭૦ વર્ષ પછી પણ હેલીનો ધૂમકેતુ કયારે પૃથ્વીની નજીક આવશે એની આગાહીઓ કરી છે અને તે સાચી પડી છે. પરદેશના અને આપણા દેશના વૈજ્ઞાનિકો પણ જે જે ગ્રહો પૃથ્વીની નજીક આવવાના હોય તેની જાહેરાત કરે છે. તે કઈ તારીખે આવશે, આકાશમાં કયા રંગનો દેખાશે તે પણ જણાવે છે. હમણાં જ આપણા બેંગલોરના વૈજ્ઞાનિકોએ છાપામાં જણાવ્યું કે નવેમ્બરની ૨૦મી તારીખે કરોડો માઈલ દૂર રહેલો મંગલનો ગ્રહ છે તે ગ્રહ પૃથ્વીથી માત્ર સાત કરોડ, ત્રીસ લાખ અને ત્રીસ હજાર માઇલના અંતરે હશે. આટલા બધા વિશાળ અંતરોની વાત જૈન-અજેન કોઈ ગ્રન્થોમાં જણાવી નથી, એટલે આકાશી બાબતોમાં ધર્મશાસ્ત્રો સાથે મુલવણી કરવાનો કશો જ અર્થ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org