________________
L[ ૧૧૪ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ કરી જગતને આશ્ચર્યચકિત કરી દીધું. તે જોઇને રશિયાનો પ્રચ૭ હરીફ કંઈ બેસી રહે ખરો? એટલે અમેરિકાએ પણ આ ક્ષેત્રમાં ઝુકાવ્યું. અને ઈ. સન્ ૧૯૭૦-૧૯૭૯ સુધીમાં માનવસહિત યાનો તરતાં મૂક્યાં. વિશ્વ પુનઃ સ્તબ્ધ બની ગયું. કંઈક લોકો તર્ક-વિતર્ક કરતાં રહ્યાં. પછી તો બંને દેશો વચ્ચે સામસામી અવકાશી સ્પધ ચાલી. અવકાશયાનો, ઉપગ્રહોની હારમાળાએ વિજ્ઞાનનાં ક્ષેત્રમાં એટલી બધી સિદ્ધિઓ મેળવી છે કે જેની માનવજાત કલ્પના પણ નહિ કરી શકે. વિજ્ઞાન હંમેશાં જૂનાં નિર્ણયો ઉપર વધુ સંશોધન કરીને નવી નવી ક્ષિતિજો શોધી કાઢવા તરફ અને નવી નવી શોધો-આવિષ્કારોને જન્મ આપવા માટે તે રાત-દિવસ ધમધોકાર પ્રયત્નો કરતું જ રહે છે. વૈજ્ઞાનિકોની એક રસમ એવી સારી છે કે પોતે જ પોતાની પહેલાન વૈજ્ઞાનિકોએ નક્કી કરેલી કેટલીક બાબતોને ખોટી પણ બતાવી, કેટલાક નિયમો અધૂરા હતા તે પણ જાહેર કર્યો છે અને આજ સુધી અનેક વખત કહ્યું છે કે અમારા બધા નિર્ણયો સનાતન અને શાશ્વત બની જતા નથી. આજનું સત્ય કાલે અસત્ય થઈ ઊભું રહે અને ગઈકાલનું અસત્ય આજે સત્ય બની રહે, માટે અમારી બધી જ વાતો સાચી માની લેવી નહિ વગેરે.
બધા વૈજ્ઞાનિકો બધી જ બાબતમાં વિશ્વસનીય હોય છે એવું નથી હોતું એમને પણ વિરોધી દેશોથી કે પ્રજાઓથી ઘણું છુપાવવું પડે છે. વિજ્ઞાન એ વિકસતું જ્ઞાન છે એટલે ગઈકાલના નિર્ણયો પરિસ્થિતિવશ બદલાઈ પણ જાય એમ વૈજ્ઞાનિકો પોતે જ જાહેરમાં કહેતા જ રહ્યા છે. વિજ્ઞાનની બધી જ વાત સાચી છે કે બરાબર છે એમ એકાંતે ન સમજવું પણ વિવેકપૂર્વક સ્વીકાર કરવો.
લેખાંક-૧૩ # જૈન સમાજના ભૂગોળ-ખગોળના અભ્યાસીઓએ વિચારવા જેવું ૪ લગભગ ત્રીસેક વરસથી નીચે જણાવેલા પ્રશ્નોનું સમાધાન સ્વયં કરી શકયો નથી તેમજ ભૂગોળ-ખગોળના અભ્યાસી મુનિરાજો દ્વારા પણ થવા પામ્યું નથી.
વૈજ્ઞાનિકો પૃથ્વીને હવે દડા જેવી સાવ ગોળ નહીં પણ જમરૂખ જેવી માનવા લાગ્યા છે, જ્યારે આપણે-શાસ્ત્રો ગોળ માનતા નથી. આ એક મોટો વિસંવાદ છે.
૧. પૃથ્વીના ગોળા જેવા ફૂલાવેલા ફુગ્ગાની ઉપરની ટોચને જ્યારે હથેલીથી દબાવશો ત્યારે ફુગ્ગો જમીન ઉપર બેસી જશે એટલે નીચેનો ભાગ વધુ પહોળો થઈ જતાં બે છેડા વચ્ચેનું અંતર વધી જશે પણ ઉપરનો ભાગ અકબંધ રાખ્યો હોવાથી ઉપરના ભાગની વ્યવસ્થાને કશો બાધ આવતો નથી.
ઘણાં વરસો પહેલાં પૃથ્વીને ચપટ-સપાટ ચીતરવા માટે અક્ષાંશ-રેખાંશને કાગળ ઉપર જ્યારે ગોઠવ્યા ત્યારે પરિસ્થિતિ એ નિમણિ થઈ કે પૃથ્વીના ઉપરનું જોડાણ તો સાબૂત રહ્યું પણ પૃથ્વીના દક્ષિણાર્ધ ભાગમાં એકબીજા વચ્ચેનું અંતર ઘણું દૂર થવા પામ્યું. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org