________________
૫ ) કકકકકકકકકકકકન+નનનનન+નનન+નનનનન+નનનન +નનનન+ તેમજ પુસ્તકોમાં છપાઈ ગયો છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ પ્રચંડ અને વ્યાપક સંશોધનને અન્ને જણાવ્યું છે કે ધરતી ઉપર થએલી ભગીરથ ઉથલપાથલ પહેલાં દુનિયાના મોટાભાગના ખંડો, એક બીજાને અડીને રહેલા અને અખંડ હતા અથતિ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, દક્ષિણધ્રુવ ખંડ, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ભરતખંડ અને ગ્રીનલેન્ડ એ બધા એકબીજા સાથે જોડાયેલા હતા, વચ્ચે વચ્ચે ક્યાંક કયાંક નાના નાના સમુદ્રો પણ હતા. આપણા ભરતખંડની દક્ષિણે દક્ષિણધ્રુવ ખંડ અને ઓસ્ટ્રેલિયા હતા. જો કે આજે તો તે બંને હજારો માઇલ દૂર ચાલ્યા ગયા છે. (વચ્ચે સમુદ્રનાં જળ ઘૂસી ગયાં) એ વખતે વચ્ચે વચ્ચે જે સમુદ્રો છે તે ત્યારે ન હતા પણ ત્યાં ધરતી હતી અને પાંચેય ખંડોમાં પગેથી ચાલીને જવાતું હતું. ભૂતકાળના આ ખંડને વૈજ્ઞાનિકોએ “ગોંડવાના* મહાખંડ' એવું નવું નામ આપ્યું. કાલાંતરે આ ગોંડવાના ખંડમાં પણ અનેક સ્થળે ધરતીકંપો થયા, એટલે ધરતીમાં રહેલા પ્રવાહી લાવારસ ઉપર આ ખંડો સરકતા સ૨કતા એકબીજાથી છેટા જવા લાગ્યા. પરિણામે ગોંડવાના આ મહાખંડમાં ભંગાણ પડયું. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ વહેતાં થયાં. દેશોની આડાશ જ્યાં જ્યાં દૂર થઈ અને ખાલી જગ્યા થઈ ત્યાં ત્યાં સમુદ્રનાં પાણી ઘૂસી ગયાં અને કાયમ માટે તે જળ સ્થિર થઇ ગયાં. ભારત અને આફ્રિકા ખંડ દૂર દૂર થતા ગયા. બંને વચ્ચે જગ્યા ખાલી પડી ગઈ અને ત્યાં સમુદ્રનાં પાણી પ્રવેશી ગયાં. વૈજ્ઞાનિકો પોતાની ધારણા સાચી છે તેના પુરાવામાં નકશામાં ભારતમાં સૌરાષ્ટ્રનો આકાર અને એની સામે આફ્રિકા દેશની ધરતીનો સૌરાષ્ટ્રના આકાર જેવો કપાએલા ભાગ તરફ ધ્યાન ખેંચે છે. સૌરાષ્ટ્ર જેવો જ ખંડિત ભાગ આફ્રિકાના કિનારે નજરે પડે છે.
વળી ઉપરની વાતના અનુસંધાનમાં આપણા પ્રસ્તુત મહાખંડમાં કેવી કેવી ઉથલપાથલો થઇ, કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં, કેવી કેવી અકલ્પનીય કુદરતી આપત્તિઓ અને આફતોથી કેવી રહસ્યમય ઘટનાઓ બની તે જાણવા નીચે વિસ્તૃત ઉપલબ્ધ અખબારી નોંધ ટાંકી છે તે વાંચો.
નીચેની પ્રસ્તુત નોંધ સાંયોગિક પુરાવાઓ અને અનુમાનો દ્વારા લેવાયેલા નિર્ણયથી નિશ્ચિત કરેલી છે, માટે તે બધી જ સાચી છે તેવું સર્વથા સ્વીકારી લેવાની જરૂર નથી. ફક્ત ધરતીના ભૂતકાળનું સમગ્ર ચિત્ર તમારા ખ્યાલમાં આવે અને તમારી સમજનું ફલક વિસ્તૃત બને એ ખાતર આપી છે. ધરતીનો ઇતિહાસ પણ કેવો હોય છે તે વાંચી વાચકો સાશ્ચર્ય અનુભવશે.
સૂચના—પ્રસ્તુત નોંધ નીચે મુજબ છે.
આજથી આશરે ૩૫ કરોડ વર્ષ પૂર્વે ખંડો એકબીજાથી દૂર ખસી ગયા હતા. પરંતુ ગોંડવાના ખંડ, દક્ષિણ પૂર્વમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી માંડીને હિન્દી મહાસાગર વિંધ્યાચલથી દક્ષિણનો ભરતખંડ, દક્ષિણ અરબસ્તાન, સહારાની દક્ષિણનો આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના પૂર્વભાગને આવરી લેતો હતો. બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર પણ એ ખંડમાં સમાઈ જતા હતા.
તે પછી વધુ ઉથલપાથલો થઇ. આપણા દેશની જ વાત કરીએ તો સાઠ કરોડથી સો કરોડ વર્ષ પહેલાં કચ્છથી મેઘાલય સુધી રેખા દોરો તો તેની ઉત્તરે સમુદ્ર હતો, એટલું જ નહીં પણ આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગ સમુદ્રમાં ડૂબેલા હતા. સાઠ કરોડ વર્ષ પહેલાં આ સમુદ્ર
* ગોંડ નામની આદિવાસી પ્રજા ઉપરથી આ નામ પાડવામાં આવ્યું હતું. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org