________________
[ ૧૦૫ ]
ઉત્તર- આર્યભટ્ટે જે ગ્રન્થો લખ્યા તેના ઉપરથી બીજી હસ્તલિખિત નકલો લખીને પ્રચારાર્થે તે મોકલવામાં આવતી હશે. જૈનાચાર્યો પાદવિહારી હોવાથી બધે વિહાર કરતા હોય છે. વળી અન્ય મતમતાંતરોનું પણ જ્ઞાન પ્રાપ્ત કરતાં હોય છે, અને પોતાને જરૂરી લાગે તે ધર્મના ગ્રન્થોનો સંગ્રહ કરતા હોય છે તેથી તે ગ્રન્થ દ્વારા એક હજાર વર્ષ પહેલાં આપણા સંઘમાં, સાધુ સંસ્થામાં આર્યભટ્ટના મતની સારી જાણ થયેલી હશે એટલે જૈનધર્મનાં આગમો પૈકીનું બીજું મહત્ત્વનું માનનીય આગમ જેનું નામ “કાવાર' સૂત્ર છે, તે ગ્રન્થના ટીકાકાર શીલાંકાચાર્ય છે, જે એક સમર્થ વિદ્વાન ટીકાકાર હતા. તેમને 'આચારાંગની અર્થગંભીર ટીકા લખી છે. એ ટીકામાં એક સ્થળે પ્રસંગ આવતાં લોક કેવો છે? ત્યારે એના જવાબમાં ત્યાં કોઈનો મત ચંકતા લખ્યું છે કે –“ભૂગોળ એટલે ગોળ એવી પૃથ્વી ફરતી છે અને સૂર્ય સ્થિર છે.” સંભવ છે કે આ નોંધ આર્યભટ્ટના મતની હોય !
પ્રશ્ન- આજના જમાનામાં (પ્રાય) એક પંડિતે અને એક મુનિરાજે ગેલેલિયોની પરદેશની માન્યતા સામે વિરોધ કર્યો અને પોતાની બધી શક્તિ અને તાકાત કામે લગાડી, જૈનશાસ્ત્રો પ્રત્યેની પોતાની અડગ શ્રદ્ધા હોવાના કારણે સખત વિરોધ કર્યો પણ મારો સવાલ એ છે કે હજારો વર્ષ વીત્યાં છતાં ગેલેલિયો જેવી જ માન્યતા ધરાવતા આર્યભટ્ટની માન્યતા સામે કોઇએ વિરોધ કેમ ન કર્યો?
ઉત્તર- તેનું કારણ એ સમજાયું છે કે આર્યભટ્ટને કોઈ જાણતું નથી. આર્યભટ્ટની માન્યતાઓ પણ આજે ખોરંભે પડી ગઈ છે એટલે. પરંતુ પરદેશી વૈજ્ઞાનિકોની માન્યતા આપણા દેશમાં શાસન કરી રહેલાં પરદેશી શાસકોએ ભૂગોળ-ખગોળનાં પુસ્તકોમાં આ માન્યતાઓ દાખલ કરી દીધી અને હજારો છોકરાંઓ ભણવા માંડયા એટલે અમારા મહાનુભાવોને ધરખમ ચિંતા થઈ કે ભૂગોળ-ખગોળની પરદેશી માન્યતા શીખીને આપણી જૈનધર્મની માન્યતા હાંસીને પાત્ર બનશે. આપણાં શાસ્ત્રો પ્રત્યે અશ્રદ્ધાળુ બની જશે એટલે પ્રસ્તુત મહાનુભાવોએ જૈનધર્મની સાચી માન્યતા રજૂ કરી. પરદેશી માન્યતાઓ ખોટી છે અને ભારતીય સંસ્કૃતિ કે આર્યસંસ્કૃતિને ધક્કો પહોંચાડવા માટેનો એમનો કુટ અને માયાવી પ્રયત્ન છે એવું તેઓએ પોતાના તરફથી પ્રગટ થતાં લેખો અને પુસ્તકોમાં જણાવ્યું છે.
પ્રશ્ન-શું પરદેશીઓ આવું કરે ખરા?
ઉત્તર- કરવું હોય તો ઘણું બધું કરી શકે છે, પણ ગેલેલિયોની માન્યતા આપણી સામે હતી એ કહેવું ન્યાયી નથી. બાકી ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ અને સિદ્ધાન્ત તેમજ શ્રદ્ધાનાં મૂળ એટલાં ઊંડાં છે કે હજારો વિરોધી પ્રયત્નોથી પણ તે ખતમ થઇ શકે તેમ નથી.
પ્રશ્ન- શું પરદેશી માન્યતાઓ જાણીને આપણો જૈન વિદ્યાર્થીવર્ગ જૈનશાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધાથી વિચલિત થઈ જાય ખરો?
ઉત્તર- આનો જવાબ ટૂંકાણથી આપી શકાય તેમ નથી અને વિસ્તારથી લખવાની અહીં જગ્યા નથી. બાકી આપણા વિદ્યાર્થીઓને ભૂગોળ-ખગોળમાં કેટલો રસ હોય છે તે સર્વે થાય ત્યારે ખબર પડે. પરીક્ષા પૂરતું ભણે છે, મોઢે કરે છે બાકી વિશેષ રસ નથી. સ્કૂલની અંદર ભૂગોળ-ખગોળનો સબજેક્ટ (subject)
૧. જુઓ શીલાંકાચાર્યની ટીક, ૧૯૯માં સૂત્રની ચકા. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org