________________
| ૧૦૭ ]
બન
checheche
આત્મા એક જ સમયમાં મોક્ષે પહોંચી જાય છે. મનુષ્યલોકથી મોક્ષ સેંકડો, અબજો માઇલ નહિ પણ અનેક અબજોના અબજો માઇલ દૂર છે. અસંખ્ય માઇલ કહીએ તો પણ ચાલે. આટલે દૂર રહેલું મોક્ષનું સ્થાન ઉપર જણાવ્યું તે માપવાળા સમયમાં પહોંચી જાય તો જડ પદાર્થ કરતા ચૈતન્ય એવા આત્માની કેવી અપ્રતિહત અને અકલ્પનીય ગતિ છે એનો પણ ખ્યાલ આવી જશે.
સમય અને પરમાણુની વાત સામાન્યરીતે મનમાં વસવસો ઊભો કરે પરંતુ આ બધી વસ્તુઓ અંતે સાચી છે, તેની ખાતરી આજની પ્રજાને થાય અને જૈનધર્મની સર્વજ્ઞમૂલક વાતો સાચી તથ્ય છે એવું પુરવાર ક૨વા માટે વિજ્ઞાન ખરેખર ! આજે જૈનશાસ્ત્રોની મદદે આવી ટેકો આપી રહ્યું છે.
૧૯૮૯ની સાલમાં રશિયાના શાંતિના મહાદૂત જેવા અહિંસા અને વૈશ્વિક શાંતિના અજોડ હિમાયતી આજના પ્રધાનપુરુષ ગોર્બોચેવે પોતે જ એક સભામાં કોમ્પ્યુટરના સમાચાર જાહેર કરતાં કહ્યું કે રશિયાએ એક સેકન્ડમાં બાર કરોડ, પાંચ લાખ કાર્યો કરી શકે એવું કોમ્પ્યુટર વિકસાવ્યું છે અને હવે પછીનાં એક વર્ષને અન્તે એક સેકન્ડમાં એક અબજથી વધુ કાર્યો કરી શકે અને ઇ. સન્ ૧૯૯૫ની સાલ પહેલાં એક સેકન્ડમાં દશ અબજથી વધુ કાર્યો કરી શકે એવું સુ૫૨કોમ્પ્યુટર વિકસાવશે. વિજ્ઞાન કયાં પહોંચશે ! ભૌતિક ક્ષેત્રમાં કેવા કેવા આવિષ્કારો અને ચમત્કારો સર્જશે તેની કલ્પના આવે એમ નથી.
ઉપરની જેમ વૈજ્ઞાનિકો એક ઇંચનો વીશ કરોડમો ભાગ ૧૯૮૯ ની સાલમાં માપી શક્યા છે. ૫૦ વર્ષ પહેલાં એક ઇંચનો દશ હજારમો ભાગ માપી શક્યા હતા પણ ૫૦ વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ વર્તમાનમાં ભારે આશ્ચર્ય જન્માવે તેવાં કોમ્પ્યુટરોનાં સહકારથી એક ઇંચનો વીશ કરોડમો ભાગ માપી શકાયો છે. ફૂટપટ્ટી ઉપર તમે એક ઇંચ માપેલું જુઓ. એ એક ઈંચના તમે ૫૦૦ ભાગ પણ કલ્પી શકો તેમ નથી તો એક ઈંચનો વીશ કરોડમો ભાગ શી રીતે માનવીના ગળે ઉતરે ? આજે તેઓ વીશ કરોડમો ભાગ માપે છે પણ સમય જતાં એક ઇંચનો અબજમો ભાગ પણ માપી શકશે. આ વાત ૫૦ વર્ષ પહેલાં જો કોઇએ કરી હોત તો લોકો તેને પાગલ કહેત.
આપણા શરીરમાં રહેલો આત્મા શરીર વિના એકલો હોય ત્યારે તે કેટલો હોય આવો ભગવાનને પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને કહ્યું કે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો. જરા વિચાર કરવા જેવી વાત છે. આપણા એક આંગળાની પહોળાઇમાં આપણે વધુમાં વધુ બસોથી ત્રણસો આંકા પાડી શકીએ પણ અહીં તો આગળ વધીને અસંખ્યાતમા ભાગની વાત છે. હજુ વિજ્ઞાન તો કરોડની વાત કરી રહ્યું છે જ્યારે જૈનધર્મે તો અબજોથી આગળ વધીને ઠેઠ અસંખ્યાતાની વાત કરી છે.
એક અંશુલ એટલે લગભગ ત્ર ઇંચ અને ત્ર ઇંચ જેટલા ભાગમાં અસંખ્યાતમો ભાગ કલ્પવાનો. કહો, તમો કલ્પી શકશો ખરા ?તમારૂં મગજ ક્ષણભર વિચાર કરતું બંધ જ થઇ જશે. આવાં ઘણાં દૃષ્ટાન્તો આપી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org