________________
L[ ૧૦૬ ] ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ એમના માટે મહત્ત્વનો નથી હોતો, છતાં અમુક ટકા નીકળે. બાકી હું પ્રશ્ન એ કર્યું કે આજના વિદ્યાર્થીઓ પરલોકને માને છે ખરા? મોક્ષને માને છે ખરા? દેવલોકને માને છે ખરા? નરકને માને છે ખરા? કર્મસત્તાને માને છે ખરા? આજે તો આત્મા છે, તે શાશ્વત છે, પરલોક, મોક્ષ, દેવલોક, નરક અને કર્મસત્તા આવી બધી બાબતો ઉપર વિદ્યાર્થીઓને શ્રદ્ધા કેમ થાય એની ચિન્તા કરવાની વધુ અને ખૂબ જરૂર છે.
લેખાંક-૮
જૈનધર્મમાં દેશ અને કાળના અંતિમમાં અંતિમ વિભાગો જણાવ્યા છે. તેમાં કાળનું સર્વ અંતિમ એટલે સકમમાં સુક્ષ્મ માન સમયનું છે. સમય પછી તેનાથી પણ સુક્ષ્મ કોઈ કાળ છે નહિ. એ પ્રમાણે દેશ એટલે કોઈપણ પદાર્થનું અંતિમ પ્રમાણ. ત્યારે પદાર્થનો અંતિમ અણુ જેના પછી બે ભાગ થઈ શકે તેવા ભાગને પરમાણ કહેવાય છે. પરમાણુ પછી કોઈ પ્રમાણ બાકી રહેતું નથી. જૈનધર્મના તમામ તત્ત્વજ્ઞાનની ઈમારત પાયામાંથી લઇને ટોચ સુધીની બાબતોમાં સમય અને પરમાણુ વ્યાપક રીતે રહેલાં છે.
પ્રશ્ન- સમય કોને કહેવાય ?
ઉત્તર-એ માટે શાસ્ત્રમાં દષ્ટાન આપ્યું છે કે તમે આંખ મીંચીને ઉઘાડો એમાં કેટલા સમય જાય? ત્યારે સર્વજ્ઞ ભગવાને કહ્યું કે અસંખ્યાતા સમય જાય. અસંખ્યાતા એટલે લાખો, કરોડો, અબજો, ખ, નિખર્વ એથી પણ અનેકગણી સંખ્યામાં આગળ વધો ત્યારે અસંખ્યાતા સમય આવે. અત્યન્ત સુકોમળ કમળનાં સો પાંદડાં જમીન ઉપર મૂકવામાં આવે અને એક મજબૂતમાં મજબૂત માણસ તીવ્ર અણીદાર ભાલો લઈને તેને પાંદડામાં ઘોંચે. દેખીતી રીતે તો આટલું કરવામાં કદાચ ૦ સેકન્ડ થાય પરન્તુ સર્વજ્ઞની દષ્ટિએ તો ફક્ત પહેલાં એક પાંદડાંથી બીજું પાંદડું ભેદાયું એટલા કાળમાં અસંખ્યાતા સમય ગયા. સો પાંદડાં ભેદતાં સો ગુણા અસંખ્યાતા સમય જાય. હવે તમે વિચાર કરો કે અસંખ્યાતા સમયમાંથી એક સમયની તમે કલ્પના કરી શકો ખરા? તે કદી શક્ય નથી.
એવી રીતે પરમાણુ એ દ્રવ્ય-પદાર્થનો છેલ્લામાં છેલ્લો ભાગ છે, જેને પરમઅણુ-છેલ્લામાં છેલ્લો નાનો ભાગ કહેવાય, પછી એનાં કદી બે ભાગ થઈ શકતાં નથી. આજની સેકન્ડ તો સમયનાં માપ કરતાં લાખોગણી મોટી છે. વૈજ્ઞાનિકોનો આજનો અણુ તે પરમાણુ કરતાં ઘણો જ મોટો છે. જેનધર્મના અનંતકાળથી થતાં સર્વજ્ઞ તીર્થકરોએ જ્ઞાનચક્ષુથી આ વાત જોઈ છે. આ કાંઇ દૂરબીનોથી કે કોમ્યુટરોથી અખતરા દ્વારા નક્કી થયેલી વાત નથી. આપણી પોતાની ચક્ષુ તો ચર્મચક્ષુ છે, અને આ વાત ચામડાંની ચક્ષુથી નક્કી થયેલી નથી.
જૈનધર્મની એક જ વાત કહું જે સાંભળી તમે તાજુબ થઇ જશો. જે બુદ્ધિથી બેસે તેવી પણ નથી, છતાં સર્વજ્ઞોએ પોતાનાં જ્ઞાનથી જોયેલી છે એટલે નિર્વિવાદ સત્ય છે. એ વાત કઇ ? તો મનુષ્યલોકમાંથી એક જીવ સર્વકર્મનો ક્ષય કરીને દેહને ત્યજીને એનો આત્મા ચોક્કસ મોક્ષે પહોંચી જ જવાનો હોય ત્યારે તે ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org