________________
[ ૧૦૩ ] +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ જબરજસ્ત વિરોધના ધરતીકંપો થયા. ધર્મગુરુએ સખત વિરોધ કર્યો અને ગેલેલિયોને તેની માન્યતા ફેરવવા અને માફી માગવા કહ્યું. તે પણ તેને સ્વીકાર્યું નહિ અને છેવટે ધર્મગુરુઓ સાથે રહીને ખ્રિસ્તી સમાજે ફરમાવેલી ફાંસીની સજા સ્વીકારી લીધી.
પ્રશ્ન- ગેલેલિયો પહેલાં આ વાત પરદેશમાં બીજા કોઇએ કરેલી ખરી?
ઉત્તર- ગેલેલિયો પહેલાં યુરોપ, અમેરિકામાં પ્રસ્તુત વાત કોઇએ કરી હતી કે કેમ ? તેની મને જાણ નથી, પણ “આપણા જ ભારત દેશના બ્રાહ્મણ ખગોળશાસ્ત્રીએ લગભગ પાંચમા સૈકામાં જરૂર જાહેર કર્યું હતું કે પૃથ્વી ગોળ છે, તે ફરે છે, સૂયાદિ સ્થિર છે વગેરે...’ આથી એવું નક્કી થઈ શકે કે પૃથ્વી ગોળ છે, ફરે છે અને સૂર્યાદિ સ્થિર છે. આ માન્યતા કદાચ ભારતમાં જ જન્મ પામી. આ માન્યતા આર્યભટ્ટ પહેલાં આ દેશમાં જન્મી હતી કે કેમ? તે કહી શકું નહિ, પણ વિશ્વમાં માન્યતા તરીકે આર્યભટ્ટની માન્યતા જાણીતી છે. આથી એક વાત એ નક્કી થાય છે કે ઉપરોક્ત માન્યતા આપણા આદિશના વતનીની પણ હતી.
પ્રશ્ન- આ માન્યતા ભારતના જ્યોતિષવિષયક વૈજ્ઞાનિકોએ સ્વીકારી હતી ખરી?
ઉત્તર- આર્યભટ્ટની માન્યતાને પણ ટેકો આપતો વર્ગ તો હતો જ, પરંતુ તેમની માન્યતા ખોટી છે. પૃથ્વી સ્થિર છે, સુર્ય-ચંદ્ર ફરે છે એ માન્યતાનું સમર્થન કરનારી એક મોટી પરંપરા આર્યભટ્ટ પાછળ ચાલ રહી, વળી એનું ખંડન કરનારા પણ તે વખતે હતા એટલે આ દેશની અંદર આ બંને પ્રકારની માન્યતાઓ ખૂબ જોરશોરથી ફેલાઈ ગઈ હતી. જેમ પરદેશની અંદર બંને પ્રકારની માન્યતા ધરાવનારો વર્ગ હતો તેમ આપણા દેશમાં પણ બંને પ્રકારની માન્યતાઓ ધરાવનારા વિદ્વાનો હતા જ. આ વાત વાચકો બરાબર યાદ રાખે.
જેનસમાજની આ વિષયની અભ્યાસી કોઇ કોઇ વ્યક્તિ એમ કહે છે કે આપણાં જૈનધર્મનાં શાસ્ત્રોને ખોટાં પાડવાં અને ખોટા પડે તો જનતાને શાસ્ત્રો ઉપરની શ્રદ્ધા ઊઠી જાય. આ જાતની પરદેશી લોકોની ચાલબાજી છે. લોકોની શ્રદ્ધા ખતમ કરવા માટે ભૂગોળ-ખગોળ આ એક જ વિષય સફળ નીવડે એવો છે, એટલે પરદેશના વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને સૂર્ય અંગેની ભારતની માન્યતા સામે પોતાની વિરોધી માન્યતા જોરશોરથી જાહેર કરી. એ જાહેરાત માટેના પુરાવામાં જબરજસ્ત દૂરબીનો અને અન્ય સાધનોની સગવડ ઊભી થઈ ચૂકી હતી એટલે તેમણે કહ્યું કે અમોએ તો વેધશાળાનાં દૂરબીનો દ્વારા અને જુદી જુદી ગણિત પદ્ધતિ દ્વારા ચોક્કસ નિર્ણય ઉપર આવ્યા છીએ કે પૃથ્વી ગોળ છે, ફરે છે અને સૂર્ય સ્થિર છે. પણ ભારતની પ્રજાએ આર્યભટ્ટને જોયા નથી, આર્યભટ્ટને થયે સેંકડો વરસ થયાં. કહે છે કે આર્યભટ્ટ વખતે દૂરબીન વગેરે કાંઈ હતું નહિ, તેનો જન્મ જ થયો ન હતો, જે જમાનામાં પૃથ્વી ગોળ છે અને ફરે છે આવી હવા જ ન હતી, તેવા યુગમાં આર્યભટ્ટે શી રીતે શોધી કાઢ્યું હશે ? શી રીતે નક્કી કર્યું હશે ? કે પૃથ્વી ગોળ છે, ફરે
યે સ્થિર છે) આ ઘટના અસાધારણ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. વગર વેધશાળાએ, વગર દૂરબીને એ જમાનામાં પુસ્તક વગેરેનાં સાવ ટાંચાં સાધનો હતાં, ત્યારે ગણિતપ્રધાન ઊંડું ચિન્તન-મનન વગેરેના બળથી કહ્યું હશે કે સંશોધનની દષ્ટિએ. જો કે જૈનદૃષ્ટિએ આર્યભટ્ટની વાત ખોટી છે એમ છતાં તેમણે જે કહ્યું તે ઘડીભર ઊંડું આશ્ચર્ય જન્માવે તેવું છે. આથી સમજી શકાશે કે આપણે ત્યાં પણ ભટ્ટ વિજ્ઞાનની આ માન્યતા જોરશોરથી ફેલાયેલી હતી. આથી વાચકોને મારે એ કહેવાનું છે કે શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા ઊઠી જાય માટે ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org