________________
[ ૯૭ ]
કારણે સમુદ્રમાંથી ઘણું પાણી બરફરૂપે ધરતી ઉપર એકઠું થવાથી સમુદ્રની સપાટી નીચે ઉતરી ગઇ હતી અને કન્યાકુમારીથી સિંધ સુધી આજે સમુદ્ર છે, ત્યાં પગે ચાલીને જઇ શકાય તેમ હતું.. એમ માનવામાં આવે છે કે આદિમાનવો આ પ્રદેશમાં રખડતા હતા અને જ્યારે હિમયુગનો અંત આવ્યો, તથા સમુદ્રની સપાટી ચડવા લાગી ત્યારે તેઓ ભાગવા લાગ્યા હશે. આજે બોમ્બે હાઇ, કચ્છ અને ખંભાતના અખાત તથા બંગાળના ઉપસાગરમાં નવો ખોદાયેલ તેલ કૂવો છે ત્યાં ધરતી હતી. હિમયુગમાં હિમાલયની હિમસરિતાઓ (ગ્લેસિઅસ) દુનિયામાં સૌથી મોટી હતી.
ટીથીસ સમુદ્ર છીછરો હતો અને જીવસૃષ્ટિ તથા વનસ્પતિસૃષ્ટિના વિકાસ માટે આદર્શ હતો. હિમાલય અને તેની પશ્ચિમની પર્વતમાળાઓના ઊંચકાવાથી તેનો લોપ થયો, પરંતુ આ પ્રક્રિયા તો થોડાંક કરોડ વર્ષ ચાલી, જ્યારે તેનો લોપ થયો ત્યારે તેનાં તળિયાનાં પેટાળમાં દટાઇ ગયેલી સૃષ્ટિ તેલ અને ગેસમાં ફેરવાઇ ગઇ હતી અને ફેરવાઇ રહી હતી. બ્રહ્મદેશ અને આસામથી ઇરાન અને આરબ દેશો સુધી આ તેલ અને ગેસ સમૃદ્ધ ક્ષેત્રો ધરતી સાથે સમુદ્રમાંથી બહાર આવ્યાં અથવા છીછરા સમુદ્રમાં રહ્યાં. આજે ઇરાની અખાતમાં અને કાસ્પિયન સમુદ્રમાં તેલનાં કૂવા ખોદાય છે તે આ ટીથીસ સમુદ્રની ભેટ છે.
આમ ઇન્ડોનેશિયન અને બ્રહ્મદેશથી શરૂ થતો તેલ ક્ષેત્રોનો પટ આસામમાં છે. કારણકે આસામ કરોડો વર્ષ સુધી સમુદ્રમાં રહેલો, પણ મેઘાલયમાં નથી. કારણકે તે અગ્નિકૃત ખડકોનો બનેલ છે. ત્રિપુરામાં ગેસ નીકળ્યો છે અને બંગાળમાં પણ તેલ નીકળવાની આશા છે. એવી રીતે કાશ્મીરમાં પણ આશા છે અને પશ્ચિમ રાજસ્થાનમાં ગેસ હોવાનું જણાય છે.
આપણને તેલ અને ગેસ મળે તે માટે કુદરતે કરોડો વર્ષ સુધી કેવી ઉથલપાથલ કરી છે ? ઉપર જણાવ્યું તેમ પરાવર્તનો થતાં જ રહે છે.” (લેખકની વાત પૂરી થઇ)
આજે કોઇ એમ કહે કે આટલો મોટો હિમાલય આ ધરતી ઉપર હતો જ નહિ, તો તે વાત તમારા માનવામાં આવે ખરી ?
પ્રથમ દૃષ્ટિએ તો આ વાત કોઇ પણ ના માને પરંતુ મહાન વૈજ્ઞાનિકોએ, ઇતિહાસકારોએ સંશોધન કરીને જાહેર કર્યું છે કે, દોઢ કરોડ વર્ષ પહેલાં હિમાલયની જગ્યાએ તેની આસપાસ ઉત્તરપ્રદેશમાં છીછરો 'ટીથીસ' સમુદ્ર હતો, ત્યાં જોરદાર ધરતીકંપ થયો, ધરતી ફાટી અને એમાંથી હિમાલય ધડાક લઈને બહાર નીકળી આવ્યો. શરૂઆતમાં થોડો બહાર નીકળ્યો પછી વારંવાર ધરતીકંપ થવાના પરિણામે તે ધીમે ધીમે બહાર નીકળતો ગયો અને ઊંચો નીકળતો ગયો તેમજ સ્થિર થયો. ત્યાં રહેલાં સમુદ્રનાં જળ ધરતીમાં ઊતરી ગયાં કે ધરતી બહાર ફેલાઇ ગયાં. આજના હિમાલયની ઉત્પત્તિ આ રીતે માનવામાં આવી છે. હિમાલય અને હિમાલયની આસપાસમાંથી સમુદ્રનાં જીવજંતુઓના અવશેષો આજે પણ મળે છે.
અમારી પાસે ઘણા સંન્યાસીઓ, વેપારીઓ નાના નાના પથ્થરના શંખો લઇને વેચવા આવે છે. આ શંખો નવી જાતના જોયા. તે માટે પૂછપરછ કરી ત્યારે જાણ્યું કે આ શંખો બીજા પથ્થરની સાથે જોડાયેલા હોવાથી તેને કાપીને જુદા પાડવામાં આવે છે, એટલે આ શંખોની ધાર કાપેલી જ રહે છે એમ સંન્યાસીઓનું
* તે રીતે શત્રુંજય ધરતીમાં ગરકાવ થતો જાય છે. આ પર્વતનો તળ વિસ્તાર આદિકાળમાં ૫૦ યોજનનો અને ઊંચાઇ ૮ યોજન હતી, અને આ અવસર્પિણીમાં પાંચમા આરાના અંતે સાત હાથનો રહેશે.
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org