________________
/ ૯૪ )
આકાશ-અવકાશ જ હોય છે. અવકાશયાનો, ઉપગ્રહો વગેરે ઉત્તરધ્રુવ ઉપરથી જ પસાર થતાં હોય છે, એટલે ઉત્તરધ્રુવ પછી આપણે ત્યાં જે વૈતાઢય વગેરે પર્વતોની વાતો કહી છે તે આપણી શાસ્ત્ર માન્યતા સાથે વિજ્ઞાનની માન્યતા મેળ ખાતી નથી. લાખો માઇલ આકાશમાં ઉડતાં યાનો, ઉપગ્રહો દ્વારા ઉપગ્રહોએ ઉત્તરમાં
વૈતાઢય આદિ) પર્વતો-ક્ષેત્રો આદિ હોવાનું જણાવ્યું નથી. ગોળ પૃથ્વીનો ઉત્તરભાગ પૂરો થઈ ગયા પછી ધરતીનો કોઇ ભાગ આગળ છે જ નહિ, ચારે બાજુ આકાશ જ છે. જેમણે પૃથ્વીને આકાશમાં લટકતા ગોળાની માફક રહેલી માની હોય તેને બીજી ધરતી હોય જ ક્યાંથી? આકાશ જ હોય.
આટલી વાત અહીં પૂરી કરી પૃથ્વી અંગે બીજી થોડી વાત જાણીએ.
પ્રશ્ન આટલો બધો બરફ બંને ધ્રુવોમાં ક્યાંથી પથરાઈ ગયો હશે ? ક્યારે પથરાયો હશે ? આવા અનેક પ્રશ્નો પણ આપણા મનમાં ઊભા થાય.
જો કે ઉત્તરધ્રુવ સમુદ્રરૂપે છે, ધરતીરૂપે નહીં. ઉપરની સપાટી બરફ બનીને તરતી રહે છે એમ કહે છે જ્યારે દક્ષિણધ્રુવને ખંડ કહે છે. ખંડ એટલે ધરતી.
ઉત્તર આ બરફની જમાવટ કયારથી થઈ તેની ચોક્કસ મર્યાદાની ખબર નથી પણ વૈજ્ઞાનિકો એમ ચોક્કસ કહે છે કે લાખો-કરોડો વર્ષ ઉપર અત્યારે જ્યાં બરફ છે ત્યાં શહેરો, ગામો અને જંગલો વગેરે હતાં, પરંતુ પૃથ્વી અને આકાશની આબોહવા અને ભેજમાન વગેરે કારણે બરફની જમાવટ થવા પામી છે
દક્ષિણધ્રુવમાં તમામ રાષ્ટ્રનાં વૈજ્ઞાનિકો છેલ્લાં 100 વર્ષથી ભયંકર ઠંડીમાં ધરતીની અંદર શું છે તેના અનેક પ્રયોગો કરી રહ્યા છે. એ સંશોધનમાં એમને માલમ પડ્યું કે પ્રાચીનકાળમાં વનસ્પતિ અને જીવસૃષ્ટિ હતી અને સુવર્ણ આદિ અનેક ધાતુઓની કિમતી ખાણો અને અનગલ તેલ, કોલસા બધું આ ધરતીમાં રહ્યું છે. એ લાલચે વૈજ્ઞાનિકો સંશોધન માટે દક્ષિણધ્રુવ પાછળ લાગ્યા છે, એટલા ઉત્તરધ્રુવ તરફ લાગ્યા જાણ્યું નથી. આ પરિસ્થિતિમાં જૈન વિજ્ઞાને જણાવેલી મનુષ્યલોકવર્તી એકને ફરતા એક, એ. રીતે વલયાકારે રહેલા અસંખ્ય દ્વીપ-સમુદ્રોની વાત વૈજ્ઞાનિકો ક્યાંથી સ્વીકારે ?
ભગવાન મહાવીરને થયે ૨૫૦૦ વરસ થયાં. તે વખતે આ ધરતીની શું સ્થિતિ હતી તે જાણવા માટે આપણે ત્યાં કોઈ સાધન ઉપલબ્ધ નથી. અધ્યાત્મપ્રધાન જૈનધર્મમાં ભૌતિક કે ઐતિહાસિક બાબતોની અગત્ય , ખાસ ન હોવાથી આ ક્ષેત્ર અણસ્પર્યું હતું એટલે શાસ્ત્રોમાં ભૂગોળ-ખગોળની વાતો થોડી અને સ્થૂલ સ્થૂલ જ મળે છે, જે હોય તે. ભગવાન મહાવીરના સમયમાં આ બંને ધ્રુવો બરફની ચાદરથી અત્યારે જેવા છવાઇ ગયા છે, તેવા તે વખતે હતા કે નહિ? તેનો જવાબ એક જ અપાય કે જેનશાસ્ત્રોએ પૃથ્વીને સ્થિર માની છે, વળી તેને ગોળ કહી નથી. વિજ્ઞાન જેમ આકાશી ગોળો માને છે તેમ માનતા નથી, એટલે વિજ્ઞાનની માન્યતાઓ સામે મેળ કે તુલના કરવાનું સ્થાન જ નથી. પ્રાચીનકાળમાં આ પૃથ્વીને કેવા આકારની માનતા હતા ? તેનો અલ્પ ઇશારો આ સંગ્રહણીની પ્રસ્તાવનામાં પ૩માં પાનાંમાં કર્યો છે. કરોડો વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર જે ભયંકર *ઉથલપાથલ થઈ તે અકલ્પનીય હતી. એ ઉથલપાથલ પછી સમગ્ર પૃથ્વીના ભૂસ્તરોનું સંશોધન કરીને ભૂસ્તરવિજ્ઞાનીઓએ પૃથ્વીનો જે નકશો તૈયાર કર્યો છે તે દેશ-પરદેશની ભૂગોળને લગતો તથા અન્ય માસિકો
ક ષભદેવ ભગવાને અબજોનાં અબજો વર્ષ પૂર્વે અયોધ્યામાં રાજ્ય કર્યું. તે વખતે અયોધ્યા જે સ્થાને હતી તે જ સ્થાને આજે છે ખરી ? અનેક દેશો, નગરીઓ પ્રત્યે પણ આવા સવાલો ઉઠે પણ તેનો જવાબ શાનીગમ્ય છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org