________________
( ૨ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
લેખાંક-૫
જ જૈનધર્મની અને વિજ્ઞાનની જાણવા જેવી બાબતો આ ગ્રંથ અનેક વિષયોના સંગ્રહરૂપ હોવાથી એનું ‘સંગ્રહણી' નામ આપ્યું છે, અને એ સંગ્રહમાં સમગ્ર જૈનવિશ્વની વ્યવસ્થાની અતિઅલ્પ ઝાંખી કરાવી છે, એટલે કે સમગ્ર જેનલોક-વિશ્વ ઠેઠ બ્રહ્માંડની ટોચે આવીને સિદ્ધશિલાથી લઈને ઠેઠ નીચે ઊતરતાં ૨૨ દેવલોક, તે પછી જ્યોતિષચક્ર, તે પછી મનુષ્યલોક અને તે પછી પાતાલલોક, આ બધાં સ્થાનોની મુખ્ય મુખ્ય બાબતોનું ધૂલ-સ્થૂલ વર્ણન કરવામાં આવ્યું છે. મનુષ્ય, દેવ, તિર્યંચ અને નરક આ ચાર પ્રકારની વસ્તીથી ચૌદરાજલોક ભરેલો છે, જેમાં પશુ-પ્રાણીની સૃષ્ટિ પણ ભેગી આવી જાય છે, તથા નાની-મોટી બીજી અનેક બાબતોનો ખ્યાલ આપવામાં આવ્યો છે. જો કે આ બધું વર્ણન અતિ અતિસંક્ષેપમાં કરવામાં આવ્યું છે. જૈનદર્શન વિશ્વની ભૌતિક બાબતોની વિશેષ વાત કરે નહિ કેમકે જાતે દિવસે વૈજ્ઞાનિકો દ્વારા તેમાંથી આરંભ-સમારંભ અને હિંસાનો જન્મ થવાનો. આ રીતે આ સંગ્રહણી ગ્રન્થ સમગ્ર વિશ્વ અને વિશ્વવર્તી પદાર્થોની ઝાંખી કરાવે છે.
વિજ્ઞાનની આંખ સામે પૃથ્વી અને ચમકતા સૂર્ય આદિ ગ્રહો હતા એટલે તે અંગે તેઓએ ખૂબ ખૂબ સંશોધન કર્યું પરંતુ જૈન ખગોળની દૃષ્ટિએ જ્યોતિષચક્રથી અબજોના અબજો માઈલ દૂર ઊંચે શરૂ થતાં દેવલોકનાં અસંખ્ય જે વિમાનો છે, તે અંગે કોઈ જાણકારી તેઓ મેળવી શક્યા નથી. જેમ આકાશ ઉપરથી ઊંચે ઊર્ધ્વલોક તરફ વિજ્ઞાન આગળ વધી ન શક્યું, તેમ અધોલોક એટલે પાતાલમાં સાત નરકો રહેલી છે તે અંગે કંઇપણ માહિતી મેળવી શક્યું નહીં પણ તેઓ છેલ્લાં ૩૦-૪૦ વર્ષથી આકાશમાંથી આવતા રેડિયોમાં ઝીલાતા શબ્દ સંદેશાઓ દ્વારા સંદેહ કરે છે કે બીજા ગ્રહોમાં વસ્તી હોય, કેમકે ત્યાંથી ન સમજાય તેવી ભાષાના સંદેશાઓ અહીંના યંત્રમાં ઝીલાયા કરે છે, પણ ભાષા સમજાતી નથી. જે લોકો ઉપર વસે છે તે અહીંના મનુષ્ય કરતા. વધુ બુદ્ધિશાળી અને વધુ સુખી છે, એવી કલ્પના પણ કરે છે, પણ અવકાશયાનો તૈયાર થયા એટલે વૈજ્ઞાનિકોએ આકાશી ગ્રહો ગુરુ, શનિ વગેરેના અભ્યાસાર્થે રવાના કર્યું. ગ્રહો શેનાં બનેલાં છે, વસ્તી છે કે નહિ તે માટે અમેરિકાએ આ યાનો રવાના કર્યો. તેને મોકલેલા સંદેશા-ફોટાઓ દ્વારા નક્કી કર્યું કે ઉપલબ્ધ ગ્રહો ઉપર જીવન નથી. આ વાનોએ પત્રો દ્વારા નવાં ચંદ્રો શોધી કાઢ્યાં. વોયેજરનામનું યાન તો ઇ. સન્ ૧૯૭૭માં રવાના કર્યું. આ વોયેજરની ગતિ કલાકનાં ૪૫૨૫૫ માઇલની હતી. ત્રણ વરસથી આકાશમાં ગતિ કરતું જ રહ્યું છે. ૧ અબજ ૩૦ કરોડ માઇલનું અંતર વટાવી છે. સન ૧૯૮૯માં શનિ ગ્રહ ઉપર પહોંચ્યું હશે. વિજ્ઞાને પૃથ્વીથી ગ્રહો એટલા બધા દૂર બતાવ્યા છે કે તમને આશ્ચર્ય પામી જાવ !
જૈનોએ એક લાખ* યોજનનો જેબૂદ્વીપ છે એમ જણાવ્યું છે. એ જબૂદ્વીપના કેન્દ્રમાં એક લાખ યોજને મેરુપર્વત છે તેમજ તેમાં સંખ્યાબંધ પહાડો, પર્વતો, નદીઓ અને વિવિધ નગરો, શહેરો અને ક્ષેત્રો. છે. વૈજ્ઞાનિકશક્તિ મુખ્યત્વે યાત્રિક છે અને તેથી તે મર્યાદિત છે એટલે આ બધાનો યત્કિંચિત ખ્યાલ ન આવે તે સ્વાભાવિક છે. આપણી વર્તમાન દુનિયા આ જંબૂદ્વીપના ઠેઠ છેડે આવેલા ભરતક્ષેત્રના દક્ષિણ
૧. નેચ્ચનગ્રહની માહિતી મેળવવા માટે અમેરિકાએ માનવ વગરનું આ યાન ૧૩ વરસ ઉપર છોડ્યું છે. પાંચ અબજ કિલોમીટરનો પ્રવાસ કરી ચૂકયું છે.
* પ્રમાણાંગુલે માપીએ તો ૪૦૦ લાખ યોજન થાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org