________________
[ ૯૦ ) નનનનન+ન+નનન++++++++++++++++++નનનનન આંખે જોયેલું કહ્યું છે. પોતાની સગી આંખે જોયેલું, કહ્યું નથી એથી જ ઉપર મેં જણાવ્યું તે પ્રમાણે આ હબલ દૂરબીન વિજ્ઞાનના કેટલાય સિદ્ધાન્તોને કદાચ ખોટા પાડે. સૂર્યમાળાની કેટલીક શોધખોળોમાં પણ નવી ક્રાન્તિ સર્જાય. એમાં પણ યથાર્થ-સત્ય કેટલું હશે તે તો જ્ઞાની જ જાણી શકે. અન્ય સાધનો દ્વારા થતી શોધો વાંચવી-જાણવી ખરી પણ ખરેખર શોધ સાચી છે તેની ખાત્રી થયા પછી જ સ્વીકાર કરવો જોઇએ.
આ ઉપરથી આપણે સમજવાનું એ છે કે જૈનધર્મની માન્યતાથી વિપરીત માન્યતાઓ બધી જ સાચી છે એવું માનવું જરૂરી નથી. એમની ઘણી માન્યતાઓ સાથે અનુમાન અને કલ્પનાઓ ઘણી જોડાયેલી છે. કદાચ એક દિવસ એવો પણ આવે કે જૈનધર્મની ભૂગોળ અને ખગોળની માન્યતાઓ મહત્ત્વની અને મુખ્ય મુખ્ય બાબતો જે છે તે સાચી છે એવું પુરવાર થાય તો નવાઈ નહીં.
એક વાત સમજી લેવી જોઇએ કે જૈન તીર્થકરોએ જે કહ્યું તેનો જૈનાગમોમાં મોટાભાગે સંગ્રહ કરવામાં આવ્યો છે. જૈન તીર્થકરોએ દૂરબીનથી જણાવ્યું નથી પણ તેમણે જે કેવળજ્ઞાન થયું હતું, જેને ત્રિકાલજ્ઞાન કહેવાય છે એ જ્ઞાનચક્ષુથી ત્રણેયકાળની વિશ્વની વ્યવસ્થા, સમગ્ર બ્રહ્માંડની વ્યવસ્થા, જૈન ભૂગોળ-ખગોળની શું સ્થિતિ છે તે બધી નજરોનજર જોઇ છે અને પછી ભૂલ સ્થલ જરૂરી બાબતો જણાવી છે. જો વિજ્ઞાનની માન્યતા સ્વીકારીએ તો તેને તો જંબૂદ્વીપ સાથે કશું સગપણ જ નથી રહેતું. એ ન રહે એટલે મહાવિદેહ, મેરુપર્વત બધી બાબતો ઉડી જાય. વિજ્ઞાનકથિત પૃથ્વી તો આકાશમાં અદ્ધર ઘૂમે છે. પરિણામે અસંખ્ય દ્વીપ-સમુદ્રોનું, પહેલી નરક વગેરે બધાનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય, તે આપણે ચલાવી શકીએ તેમ નથી. તીર્થકરોની વાણી અસત્ય, ભ્રમણાત્મક કે અધૂરી હોય તે સ્વીકારી શકીએ તેમ નથી. અલબત્ત ભૂગોળ અંગે વિશેષ જાણકારીની જરૂર નથી હોતી, કેમકે આ ધરતી ઉપરની ભૂગોળ અશાશ્વત છે પરંતુ ખગોળ એ શાશ્વત ચીજ છે. ખગોળ બાબતમાં જૈનધર્મ જેટલું જણાવ્યું છે તેની આગળ આજના વિજ્ઞાને સૂર્યમંડળ આકાશી ગ્રહોથી વધુ કશું જ જણાવ્યું નથી. જ્યારે જેનખગોળકારોએ તો ગ્રહોથી ઉપર અસંખ્ય વિમાનો, દેવોની મહાતિમાસૃષ્ટિ વગેરે વર્ણવ્યું છે.
લેખાંક-૪ | ગુરુત્વાકર્ષણ શક્તિ અને પૃથ્વી અંગેની માન્યતાનું સહુથી પહેલું (એટલે કે ઈ. સન્ ૪૭૫ની આસપાસમાં) કથન કરનારા
વૈજ્ઞાનિકો ભારતના છે નોંધ–જેનગ્રન્થોમાં ગુરુત્વાકર્ષણની વાત જોવા મળી નથી તેમ છતાં ગુરુત્વાકર્ષણની વાત પરદેશના વૈજ્ઞાનિક પ્રથમ જાહેર કરી છે. આને કેટલાક સમજે છે તે વાત બરાબર નથી. આ શોધ ભાર વૈજ્ઞાનિકે સેંકડો વરસ ઉપર કહેલી છે. પૃથ્વી ફરે છે અને તે ગોળ છે, તે વાત સહુથી પહેલી ભારતના વૈજ્ઞાનિકે કરી છે તે અને બીજી બાબતો આ લેખમાં લખી છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org