________________
L[ ૮૮ )
જાતનું સંશોધન કરવું જરૂરી હતું એટલે એ માટે તેમને અનેક જાતનાં સંશોધનોનાં સાધનોથી સજ્જ ગોળાકાર સાધન વિકસાવ્યું. શરૂઆતના પ્રયોગો કરવા વૈજ્ઞાનિકોએ જે સાધન બનાવ્યું તેનું નામ યાન-અવકાશયાન રાખવામાં આવ્યું. સૌથી પહેલું સ્કૂટનિક નામનું અવકાશયાન રશિયાએ છોડયું હતું. પછી રશિયાએ મહિનાઓથી તાલીમ આપેલી કૂતરીઓને અવકાશયાનમાં મોકલી. આકાશના હવામાનના વાતાવરણમાં ગુરુત્વાકર્ષણના અભાવે કૂતરીઓનાં
ઉપર શું અસર થાય છે તે બધાં માપવાનાં વસ્ત્રો સ્પટનિકમાં જ ગોઠવવામાં આવ્યાં હતાં અને ઉપર જે કંઇ ઘટનાઓ બનતી તેનાં છાયા પુગલોનાં ચિત્રો ધરતી ઉપર રશિયાની વિજ્ઞાનશાળાઓમાં ગોઠવેલાં સાધનોમાં હજારો માઈલ દૂરથી ઊતરતાં રહ્યાં હતાં. ત્યારપછી તો અમેરિકાએ પણ આ દિશામાં ધરખમ રીતે ઝુકાવ્યું અને અમેરિકાએ રોકેટ અને અવકાશયાન બનાવ્યાં. અંતરીક્ષ ક્ષેત્રે બંને દેશો વચ્ચે હરિફાઈ વધી અને તાલીમ પામેલી અમેરિકાની બે વ્યક્તિઓને અને એ રૂટનિકને રોકેટ ઉપર બેસાડી દેવામાં આવ્યા અને નીચેથી રોકેટને એવો ધક્કો માર્યો કે અવકાશયાન સહિત રોકેટ અંતરીક્ષમાં પહોંચી ગયું અને અંદરની યાત્રિક ગોઠવણ મુજબ અવકાશયાન આકાશમાં પહોંચ્યા પછી રોકેટ ઓટોમેટિક છૂટું પડી ગયું અને અવકાશયાન આકાશમાં ઘૂમતું થઈ ગયું. અમેરિકાએ પોતે બનાવેલાં અવકાશયાનમાં બેસાડી અને રોકેટને મોકલવાના ધક્કા દ્વારા રોકેટ સહિત અવકાશયાનને આકાશમાં ફેંકવામાં આવ્યું અને આકાશની અંદર પૃથ્વીને ફરતી સેંકડો પ્રદક્ષિણા દઇને એ અવકાશયાન ધરતી ઉપર સમુદ્ર ઉપર ચોક્કસ જગ્યાએ ઊતારવામાં આવ્યું અને અવકાશયાનમાં પ્રવાસ કરી આવેલા બંને યાત્રિકોને જહાજમાં બેસાડીને અમેરિકામાં લાવવામાં આવ્યા. ત્યારપછી ઘણાં યાનો–ઉપગ્રહો આકાશમાં ઘૂમતાં થયાં, એપોલો, વોયેજર વગેરે ઉડાડયાં.
આ શોધખોળથી ખગોળના વૈજ્ઞાનિકોમાં અસીમ ઉત્સાહનું મોજું ફરી વળ્યું. કેમકે હવે તેઓ ધાય નિશાનો લઈ શકશે. રોકેટ અને અવકાશયાનનો વધુ ઇતિહાસ લખવા માટેનું આ સ્થાન નથી. મારે જે વાત કહેવી છે તેના અનુસંધાન પૂરતી ઉપરની વાત લખવી પડી છે.
વૈજ્ઞાનિકોના હાથમાં હવે અંતરીક્ષમાં ચેતન કે જડ ગમે તે વસ્તુ લઈ જવા માટેના દ્વાર ખુલ્લાં થઇ ગયાં. પૃથ્વી ઉપરના દૂરબીનથી અંતરીક્ષને સ્પષ્ટ જોવામાં આકાશમાં કેટલીક મુશ્કેલીઓ થયા કરતી એટલે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે હવે વેધશાળાને આકાશમાં જ લઈ જવાય તો આકાશી દૂરબીનથી ખગોળનાં ઘણાં સત્યો જાણી શકાય. હવે અવકાશયાનનું સાધન તૈયાર હતું પણ અવકાશયાનમાં કામ કરી શકે તેવું દૂરબીન જો તૈયાર થાય તો અંતરીક્ષમાં દૂર દૂર ઊંડે જોઇને વિશ્વનાં અજ્ઞાત રહસ્યોને શોધી શકાય, એટલે અમેરિકાની સ્પેસ સટલ ડિસ્કવરીએ આ સાલના (ઇ. સન્ ૧૯૪૫) એપ્રિલ મહિનામાં હબલ નામના દૂરબીનને સ્પેસ સટલ દ્વારા આકાશમાં ચડાવી દીધું અને આ સંશોધનાત્મક ક્રાંતિકારી દૂરબીનને પૃથ્વીમંડળના વાયુમંડળની અંતરીક્ષમાં તેની કક્ષામાં તરતું મૂકાયું. આ દૂરબીન વિશ્વના તાગ કાઢશે અને નવાં નવાં રહસ્યો શોધી કાઢશે એમ વૈજ્ઞાનિકો જણાવે છે. આ હબલ દૂરબીન કેવાં ક્રાંતિકારી પરિણામો લાવશે તેના માટે વૈજ્ઞાનિકોએ જે તર્કો કર્યો છે, જે કલ્પનાઓ કરી છે, તે નીચે મુજબ જણાવી છે.
૧. આજસુધીનાં વિશ્વ અંગેના વિચારોમાં જડમૂળથી ફેરફાર કરશે. ૨. તારાઓને ગ્રહમાળાઓ છે
૧. વિશ્વનાં માત્ર પાંચ રાષ્ટ્રો પોતાનાં રોકેટો દ્વારા ઉપગ્રહો ચઢાવે છે. એમાં ભારતે પણ નંબર નોંધાવ્યો અને રોહિણીને આકાશમાં ફેંકયું, તે ઉપગ્રહ બની ગયું. ત્યારપછી ભારતે એપલ, આર્યભટ્ટ, ભાસ્કર નામનાં ઉપગ્રહો ચઢાવ્યાં.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org