________________
[ ૮૯ ] +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ કે નહિ તે જણાવશે. ૩. વિશ્વનાં ઘણાં ઘણાં અજ્ઞાત રહસ્યોને છતાં કરશે. ૪. કેટલાક વૈજ્ઞાનિકો એમ માને છે કે આ દૂરબીન આપણાં વિશ્વ વિષેના કેટલાય ખગોળ સિદ્ધાન્તોને જૂનાં સાબિત કરે તો ના નહીં. પ. આ હબલે વિશ્વ કેટલું મોટું છે, તે વાત વૈજ્ઞાનિકોએ પણ જણાવી છે. આ હબલ દૂરબીન “આ વિશ્વ મહાવિસ્ફોટથી ઉત્પન્ન થયું છે કે અનાદિકાળથી જેવું છે તેવું જ આજે છે' તે ઉપર પ્રકાશ નાંખશે.
વૈજ્ઞાનિકોને સૂર્યમંડળની રચનાની કેટલીક ગૂંચવણ છે તે હજુ પૂરેપૂરી સમજાણી નથી અને તેથી આકાશવર્તી મંદાકિનીઓની રચના અને ગૂંચવણ ખગોળ વૈજ્ઞાનિકોને મૂંઝવી રહી છે. વિશ્વને પોતાનું જન્મ-મરણનું ચક્ર છે કે નહિ, બીજે ક્યાંય જીવન છે કે નહિ, વિશ્વ કેટલું મોટું છે તે હવે ચોકસાઇભરી રીતે આ દૂરબીન શોધી કાઢશે.
ઉપરની વિગતોમાં આપણા માટે બે બાબતો ખાસ મહત્ત્વની છે. જૈન ખગોળ-વિજ્ઞાન એમ કહે છે કે આ પૃથ્વીનું અસ્તિત્વ તો અનાદિકાળથી અનંતકાળ સુધી રહેવાનું જ છે. સમગ્ર પૃથ્વીનો કોઇ દિવસ સંપૂર્ણ વિનાશ થતો નથી, પરંતુ પૃથ્વી ઉપર રહેલી જડ અને ચેતન વસ્તુઓ એટલે કે પ્રાણીઓ, પૃથ્વી, જળાશયો, પહાડો વગેરેનો યોગ્ય સમયે રૂપિયે બાર-તેર આની પ્રમાણમાં વિનાશ સર્જાય છે, જેને જેન વિજ્ઞાનીઓએ પ્રલયકાળ કહ્યો છે. જૈન વિજ્ઞાનીઓએ અમુક અબજો વર્ષનાં અન્ને પૃથ્વી ઉપર પ્રલયકાળો અવશ્ય આવે જ છે અને આખી ધરતીનો વિનાશ સર્જાય છે એમ જણાવ્યું છે. બહુ જ મર્યાદિત સંખ્યામાં માણસો-પ્રાણીઓ જીવતાં રહે, બાકી સમગ્ર ધરતી ઉપરનું ચૈતન્યજીવન એટલે કે મનુષ્યો, પશુઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ, નદીઓ વગેરે લગભગ નાશ પામી જશે. ફક્ત ગંગા નદીનો એક નીક જેવો નાનકડો પ્રવાહ વહેતો રહેશે.
અહીં પ્રશ્ન થાય કે આ બધો નાશ કોણ કરશે? શી રીતે થશે? એ માટે જેનશાસ્ત્રમાં એવું જણાવ્યું છે કે પ્રલયકાળના દિવસો જ્યારે આવી પહોંચશે ત્યારે કુદરતીસ્વભાવે જ અનાદિકાળના સ્થાપિત શાસ્ત્રકથિત નિયમ મુજબ ૪૯ દિવસ સુધી ક્ષાર, અગ્નિ, વિષ વગેરે સાત જાતની પ્રતિકૂલ વૃષ્ટિઓ સાત સાત દિવસ સુધી વરસશે અને તે આ ધરતી ઉપરની વિદ્યમાન તમામ વસ્તુઓને ખતમ કરી નાંખશે. જે લોકો જીવતા હશે તે નદીતટની ગુફાઓમાં વસવા ચાલ્યા જશે અને તેઓ ગંગાના પાણીમાં ઉત્પન થતાં મચ્યો-માછલાં વગેરે ખાઈને પોતાનો નિહિ કરતા રહેશે. આ પ્રલયકાળની મયદા લાખો-કરોડો વરસોની હોય છે. તે કાળ વીત્યા પછી અનાદિકાળના જગતના નિયમ મુજબ ફરી આ ધરતી ઉપર ધરતીને નવું સર્જન આપવા માટે અને ધરતી ઉપર નવી જીવસૃષ્ટિ અને જીવન ઊભું કરવા માટે કુદરતે જ જાતજાતની અનુકૂળ વૃષ્ટિઓ વરસવા માંડશે. તેમજ કરોડો વરસથી સર્વથા રસ-કસહીન થયેલી શુષ્ક ધરતીને ફરી અનાજ ઉત્પાદન યોગ્ય આર્ટ બનાવશે અને બાકીની જીવસૃષ્ટિ પણ ધીમે ધીમે ઉત્પન્ન થવા માંડશે. હજારો વર્ષ પછી પ્રલયકાળ પહેલાં વિશ્વ જે રીતે ધબકતું હતું તે રીતે પાછું ધબકતું--વિદ્યમાન થઈ જશે એટલે પુનઃ સૃષ્ટિનું નવસર્જન થશે.
આ પ્રમાણે *સંહાર અને સર્જનની પ્રક્રિયા પૃથ્વી ઉપર રહેલી છે એમ જૈનો ચોક્કસ માને છે. વૈજ્ઞાનિકો જો હબલ દૂરબીનથી અનાદિકાળથી વિશ્વ જેવું છે તેવું જ આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે તેવું શોધી કાઢશે તો જૈનધર્મની માન્યતાને મોટો ટેકો મળશે.
વાચકો એ પણ ખાસ ધ્યાન રાખે કે વૈજ્ઞાનિકોએ જે કંઈ શોધ્યું છે, જાણ્યું છે તે ફક્ત દૂરબીનની * અન્ય ધર્મની માન્યતાઓ ભિન્ન ભિન્ન છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org