________________
[ ૮૭ ]
સંશોધનો કર્યાં. એન્જિનિયરીંગ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધરખમ વિકાસ સાધ્યો અને તે પછી આકાશના વધુ સંશોધન માટે અમેરિકાની પાલોમર વેધશાળામાં ૨૦૦ ઇંચના વ્યાસવાળું નવું દૂરબીન કરોડો રૂપિયાના ખર્ચે ઊભું કર્યું. આવી નાની-મોટી વેધશાળાઓ દુનિયાભરનાં મોટાં મોટાં શહેરોમાં સ્થપાઇ ગઇ. બધી વેધશાળાઓ રાત-દિવસ કાર્યરત છે. આ બધાં દૂરબીનોથી પૃથ્વીને ફરતું એવું જે સઘન વાયુમંડળ છે તે વાયુમંડળને ભેદીને ઘણાં દૂર ઊંડાણમાં જે વસ્તુ જોવી હોય તે વસ્તુ જોઇ શકાતી નથી. વૈજ્ઞાનિકો પાસેનાં દૂરબીનો વાયુમંડળને વીંધીને જોઇ શકે તે શક્યતા ન હોવાથી વરસોથી મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાયા હતા. તેમાં વીજળીને વેગે દોટ મૂકી રહેલા વૈજ્ઞાનિકોએ વર્ષોની ભારે જહેમતને અન્તે એક મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી. પૂર્વ-પશ્ચિમની માન્યતાનુસાર ધરતી ઉપર કે આકાશમાં સર્વત્ર ગુરુત્વાકર્ષણ રહેલું છે અને તેનાં કારણે જેટલી ચીજો ઉપર મોકલવામાં આવે તે અમુક મર્યાદા સુધી ગયા પછી તે આગળ વધી શકે નહિ પણ પાછું ઊતરવું જ પડે એટલે નીચે જ પડે તેવી પરિસ્થિતિ વર્તતી હતી.
પ્રથમ *ગુરુત્વાકર્ષણ એટલે શું? તે સમજીએ
પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણનું જબરજસ્ત અદૃશ્ય વ્યાપક બળ જે રહેલું છે તે બળ દૂર ગએલી કોઇપણ વસ્તુને નીચે ખેંચવામાં, નજીક લાવવામાં (લોહચુંબકની જેમ) ભારે તાકાત ધરાવે છે. જેમ એક દડો ઉપર ફેંકો એટલે ઉપર એની મેળે આગળ નહિ જાય, જેટલી તાકાત ફેંકનારે અજમાવી છે ત્યાં સુધી દૂર પહોંચ્યો. તે પછી તરત જ ગુરુત્વાકર્ષણના બળથી નીચે ખેંચાઇને ધરતી ઉપર આવે છે. વૈજ્ઞાનિકો અંતરીક્ષના ગ્રહોમાં પહોંચવા માટેનાં સ્વપ્નાં સેંકડો વરસથી સેવતાં હતાં, અને તેના માટે જાતજાતનાં વિચારો તેમજ અનેક જાતનું સંશોધન કર્યાં જ કરતા હતા. અંતે તેમણે શોધી કાઢયું કે આકાશમાં ગુરુત્વાકર્ષણ જ્યાં સુધી રહેલું છે તે ગુરુત્વાકર્ષણની હદ ઓળંગીને જો કોઇ ચીજ આકર્ષણની બહાર નીકળી જાય તો અંતરીક્ષની દુનિયાને જોવા માટેના તમામ દરવાજા ખુલ્લા થઇ જાય એટલે એમને વરસોથી ઘણા ઘણા પ્રયોગોને અન્ને એક જંગી રોકેટ (પેન્સિલ ઘાટનું) બનાવ્યું, અને એ રોકેટને એટલી ઝડપથી આકાશમાં ચડાવી દેવું જોઇએ કે જે ગુરુત્વાકર્ષણને ભેદીને તે આગળ નીકળી જાય. રોકેટ ઉપ૨ કશી અસર ન કરે એટલે એમને જાતજાતનાં યાત્રિક સાધનોથી પરિપૂર્ણ શંકુ આકારનું લાંબું રોકેટ બનાવ્યું. વિદ્યુત શક્તિ ભરી દીધી. એ રોકેટને* ધક્કો મારવા માટે લોખંડ વગેરેનાં મજબૂત જંગી સ્થંભો સીડી જેવાં યાત્રિક સાધનો ઊભાં કર્યાં. એની ઉપર રોકેટને ચડાવ્યું પછી સ્વીચ દબાવીને રોકેટને છોડવામાં આવ્યું. એ રોકેટ જબરજસ્ત વિદ્યુતવેગી ગતિથી ગુરુત્વાકર્ષણને ભેદીને-આકાશ ચીરીને બહાર નીકળી ગયું અને અંતરીક્ષમાં પહોંચી ગયું. આ જોઇ-જાણીને એક વિરલ સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો વૈજ્ઞાનિકોએ અસીમ આનંદ અનુભવ્યો. વૈજ્ઞાનિકોનાં અંતરીક્ષ સંશોધન માટે રોકેટની શોધ પાશેરામાં પૂણી જેવી હતી પણ એમને જે જાણવું હતું તે જાણી લીધું કે રોકેટ એવું શક્તિશાળી સાધન બન્યું છે કે તે ગુરુત્વાકર્ષણને ભેદીને અંતરીક્ષમાં પહોંચી શકે છે, એટલે વૈજ્ઞાનિકોને હવે આકાશની અંદર રહેલી હવા, વાયુ, આકાશમાંથી આવતાં જાતજાતનાં કિરણો, સૂર્યમંડળની પરિસ્થિતિ, ગુરુત્વાકર્ષણની બહારના અંતરીક્ષમાં મનુષ્ય કેવી રીતે રહી શકે, આવી અનેક * જૈન ગ્રન્થોમાં આ અંગેના સંકેતો છે કે કેમ ! તે જોવા મળ્યા નથી પણ આ દેશના વૈજ્ઞાનિક આર્યભટ્ટે ધરતીને ગુરુત્વાકર્ષણ છે એ સિદ્ધાન્ત શોધી કાઢયો અને પુસ્તકસ્થ પણ કર્યો, જે વાત અહીં અપાતા લેખમાં અલગ છાપી છે તે જુઓ.
* રોકેટ કેમ બને છે, શેનું બને છે, એને જબરજસ્ત ધક્કો આપવા શું યોજના છે તે રોમાંચક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org