________________
L[ ૮૫) +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
–સર્વજ્ઞપુરુષોકથિત જૈનશાસ્ત્રકારો જ્યોતિષચક્રને પાંચ વિભાગમાં વિભક્ત થએલું માને છે. જેનાં નામ અનુક્રમે સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા છે.
–અસંખ્ય કોટાનકોટી યોજન-માઇલોમાં પથરાએલા આકાશમાં પ્રત્યેક વસ્તુઓ અસંખ્ય અસંખ્ય સંખ્યામાં છે.
એ પાંચે વસ્તુઓ સ્વતંત્ર છે, એકબીજાથી ભિન્ન છે. તે સદાય ચર--*ગતિમાન જ હોય છે. અનાદિકાળથી જ સ્વતંત્ર છે અને અનંતકાળ સુધી તે રીતે જ રહેશે, તેમાં કશા ફેરફારો થવાના નથી. એ. કદી ઉત્પન્ન થતા નથી તેમ ક્યારેય વિનાશ પામતા નથી. એ તો શાશ્વત પદાર્થો છે. પાંચેય જે દેખાય છે તે વિમાનો છે.
–એ પદાર્થો કોઈ કોઈની સાથે જોડાયેલા નથી તેમજ એકબીજામાંથી છૂટા પડીને અલગ થયા છે તેમ પણ નથી.
–વળી સદાકાળ એક જ નિશ્ચિત માપવાળાં જ રહેવાનાં છે. કોઇપણ સંજોગમાં તેના માપમાં હાનિ-વૃદ્ધિ થવાની નથી.
–આકાશમાં દિવસે અતિસ્પષ્ટપણે આપણે જે તેજસ્વી પદાર્થ જોઇએ છીએ, તે સૂર્ય નામના દેવનું તેના જ નામથી ઓળખાતું સ્ફટિકરત્નનું બનેલું વિમાન જ છે અને તેની અંદર અનેક દેવ-દેવીઓનો નિવાસ છે. રાતના આકાશમાં શીતળ પ્રકાશ આપતા અનેક તેજસ્વી પદાર્થો આપણે સ્પષ્ટપણે જોઈએ છીએ. એ બધાય સ્ફટિક વિમાનો છે, અને તે ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓનાં છે અને તેની અંદર તે દેવ-દેવીઓનો નિવાસ છે.
– આ પાંચેય પદાર્થો પોતપોતાના માર્ગની નિશ્ચિત કરેલી આકાશી રેખાઓ ઉપર પ્રતિવર્ષે નિયમ મુજબ ગમનાગમન કરે છે, જેથી દિવસ, માસ, ઋતુઓ અને વર્ષના ભેદો ઉત્પન્ન થાય છે.
– જૈનદષ્ટિએ સૃષ્ટિ અસંખ્ય કોટાનકોટી માઇલો પ્રમાણ છે. જેમાં પૃથ્વી, પાણી અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. એમાં અસંખ્ય પૃથ્વીઓ છે અને અસંખ્ય સમુદ્રોનો પણ સમાવેશ છે. આ સૃષ્ટિનો જમીને જેટલો ભાગ રોક્યો છે તેથી અધિક ભાગ પાણી (સમુદ્રો) એ રોકેલો છે.
– આ સુર્ય-ચંદ્ર વગેરે પાંચેય વસ્તુઓ સદાયે પરિભ્રમણ કરવાના સ્વભાવવાળી છે. તથાપિ (અઢીદ્વીપ તથા અઢીદ્વિીપ બહારના આકાશમાં) તારા વગેરે અમુક વસ્તુઓ સ્થિર રહીને પણ પ્રકાશ આપવાવાળી છે.
–જૈનશાસ્ત્રો મુખ્યપ્રધાન ગ્રહોની સંખ્યા ૮૮ની કહે છે. તેમાં નવ ગ્રહોને અગ્રસ્થાન આપે છે. તે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, રાહુ અને કેતુ છે. નક્ષત્રોની સંખ્યા ૨૮ની છે, અને તારાની સંખ્યા તો અબજોની છે.
–આપણી ભૂમિથી તદ્દન નજીકમાં નજીક પ્રથમ તારામંડલ આકાશમાં વ્યાપ્ત થએલું છે, એટલે આપણી આ (સમભૂતલા) પૃથ્વીથી ૭૯૦* યોજન ઊંચે જઈએ ત્યારે તારાનાં તેજસ્વી વિમાનો આવી પહોંચે.
૧. ચરજ્યોતિષીનું સ્થાન અઢીદ્વીપમાં જ છે. તેની બહાર જ્યોતિષીઓ સદાકાળ સ્થિર જ હોય. * જુઓ આ સંગ્રહણીગ્રન્થની ગાથા ૪૯ થી ૫૧.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org