________________
[ ૯૩) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ વિભાગમાં આવેલી છે, અને દક્ષિણ વિભાગ જ્યાં પૂરો થાય છે ત્યાં છેડે જ જંબૂદ્વીપનો ૧૨ યોજન ઊંચો જંગી કિલ્લો આવેલો છે. દક્ષિણ ભારતમાંથી મહાવિદેહ પહોંચવા માટે ઉત્તરદિશામાં પ્રયાણ કરવું પડે. એ ઉત્તરદિશામાં જઈએ તો વચ્ચે વચ્ચે મોટાં મોટાં પહાડો, ક્ષેત્રો છે અને દ્વીપના સેન્ટરમાં મહાવિદેહક્ષેત્ર, મેરુપર્વત વગેરે વસ્તુ-સ્થાનો જોવા મળે.
હવે અહીં પ્રશ્ન એમ થાય કે અનેક અવકાશયાનો, જંગી ઉપગ્રહો અને રોકેટો વગેરેનાં જંગી પ્રયોગો. ચાલુ રહ્યા છે છતાં પણ તેઓ વર્તમાનદશ્ય પૃથ્વીથી ઉત્તરમાં કંઇક આગળ છે એવો અણસાર પણ મેળવી શક્યા કેમ નથી? તે વિચારમાં મૂકે તેવી બાબત છે. મુશ્કેલી એ છે કે વિજ્ઞાને આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તે દશ્ય પૃથ્વીને આકાશમાં ગોળાકારરૂપે અદ્ધર છે એમ સ્વીકાર્યું છે, એટલે પૃથ્વીનાં દક્ષિણ અને ઉત્તર ભાગના બે છેડા પૃથ્વીની સાથે જ સંલગ્ન છે અને આ સંજોગોમાં આ પૃથ્વી સાથે અદશ્ય એવી પૃથ્વીના જોડાણનો આપણે વિચાર જ કરવાનો કયાં રહ્યો ?
પૃથ્વીને દડા જેવી ગોળ માની, ગોળો માન્યો, આકાશવતી (બે રીત) ફરતી માની. એ ગોળાની ચારેબાજુએ ખાલી આકાશ-આકાશ જ છે. આ પૃથ્વી જોડે ઉપર નીચે બીજી મોટી કોઈ વસ્તુનો સંબંધ નથી. સ્વાભાવિક રીતે વળી એમણે તેનું માપ પણ નક્કી કરી નાંખ્યું એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે દિશામાં જૈનધર્મની દષ્ટિએ જંગી વિરાટ ધરતીનું જોડાણ હોવા છતાં વૈજ્ઞાનિકોને તો આ વાતનું સ્વપ્ન પણ
ક્યાંથી આવે ? દક્ષિણમાં જંબુદ્વીપનો કિલ્લો અને કિલ્લા પછી લાખો યોજનાનો લવણસમુદ્ર છે. જે આપણી ધરતી સાથે જ જોડાએલો છે પણ વૈજ્ઞાનિકોએ કલ્પેલી જે પૃથ્વી છે તે પૃથ્વીના દક્ષિણનો છેડો જેને દક્ષિણધ્રુવ કહેવાય છે, ત્યાં આગળ હજારો ફૂટની ઊંચાઇમાં બરફ પથરાએલો છે અને ત્યાં આગળ વૈજ્ઞાનિક પૃથ્વીનો ગોળો સમાપ્ત થાય છે, એટલે આકાશમાં અદ્ધર ઘૂમતા પૃથ્વીના ગોળા સાથે જંબૂદ્વીપના કિલ્લા વગેરે સાથે વિચારવાની કે સરખાવવાની વાત જ ક્યાં રહી !
આપણે ત્યાં થોડી ઘણી ભૂગોળ વિષયની અભ્યાસી વ્યક્તિઓ છે. તેઓ તરફથી એવું કહેવામાં આવે છે કે ઉત્તરધ્રુવથી આગળ ઉત્તર તરફ વિમાનો ગયાં હતાં પણ ત્યાં એટલો બધો ઘોર અંધકાર, હવાની વિષમ પરિસ્થિતિ અને અતિ ઠંડી એ બધું એવું હોય છે કે વિમાનો એ દિશામાં આગળ વધી શકતા નથી. આ વાતો કરનારા કોઇ આધારે કહે છે કે કલ્પનાથી તે ખબર નથી.
હવે આ બાબત સામે વિજ્ઞાને માન્ય કરેલી પૃથ્વીની પરિસ્થિતિનો થોડો ખ્યાલ આપું.
પૃથ્વીને ગોળારૂપે કલ્પેલી છે. ગોળાકાર પૃથ્વીને બે ધ્રુવ છે, એટલે કે બે નિશ્ચિત સ્થાનો છે. પૃથ્વીના ઉપરના છેડાનો બિલકુલ ઉત્તરમધ્યભાગ ઉત્તરધ્રુવરૂપે છે અને તે જ રીતે પૃથ્વીનો દક્ષિણમધ્યભાગ દક્ષિણધ્રુવ રૂપે છે. દક્ષિણધ્રુવ સેંકડો વરસથી બરફથી છવાઇ ગએલો છે. તે જ પ્રમાણે ઉત્તરધ્રુવ દક્ષિણધ્રુવની જેમ બરફના થરથી છવાઈ ગએલો છે. એક-એક માઇલથી વધુ પ્રમાણમાં જાડા બરફના થરો છે. બંને ધ્રુવોમાં બરફના જંગી પહાડો પણ તરતા હોય છે. વિદ્યમાન પૃથ્વીના છેડે ઉત્તરધ્રુવના સ્થાન પછી વર્તમાન (આપણે જે જોઇએ-જાણીએ છીએ તે) દુનિયાનું સ્થાન સમાપ્ત થઈ જાય છે.
તો પ્રશ્ન થાય કે ઉત્તરધ્રુવ પછી શું હોય? ઉત્તરધ્રુવ પછી લાખો-કરોડો માઇલનું ફકત ખાલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org