________________
મિ. વિંકલની ખેલદિલી મિ. વિકલ આ દરેક બાબત ઉપર ભાર મૂકી તેને જેમ જેમ બિહામણી બનાવતા ગયા, તેમ તેમ મિ ડગ્રાસનો મિત્રની મદદમાં ઊભા રહેવાનો નિરધાર પણ મક્કમ બનતો ચાલ્યો.
“હું તમારી સાથે આવીશ જ.” મિ. સ્નડગ્રાસે ટૂંકા ને ટચ જવાબ આપી દીધો.
“એ કંઠયુદ્ધનું પરિણામ ઘણું કારમું આવવાનો સંભવ છે.” “અરે, શા ભાર છે?”
એ ડોકટર લશ્કરી ભાણસ હેઈ, પકક્કો નિશાનબાજ છે.”
એ બધા તો હોય જ; પણ તમેય ક્યાં ઓછા નિશાનબાજ છે?”
મિ. વિંકલે જોયું કે પોતાના મનની વાત મિસ્નોડગ્રાસના અંતરમાં બરાબર ઊતરી નથી. એટલે તેમણે વસ્તુને વધુ ગંભીર સ્વરૂપ આપવા પ્રયત્ન કર્યો –
જે હું – જે હું માર્યો જાઉં, તો મારા ખીસામાં મારા પિતા માટે એક કાગળ મૂકતો જઈશ.”
મિત્ર સ્તોડગ્રાસે પિતાના મિત્રની ચિંતા દૂર કરવા તરત તેને મક્કમ શબ્દમાં ખાતરી આપી કે, પોતે તે કાગળ ટપાલમાં નાખવાને બદલે જાતે જઈને મિ. વિકલના પિતાને પહોંચાડી આવશે.
પરંતુ હું પડું કે ડોકટર પડે, તો પણ તમને સાગરીત તરીકે એ લકે કાયદાની ચુંગલમાં ખેંચશે, અને પરિણામે કદાચ તમને જીવનભર દેશનિકાલની સજા થાય.”
મિ. સ્નોડગ્રાસ એ સાંભળી કંઈક ચિંતામાં પડયા ખરા, પણ પછી તરત બેલી ઊઠયા, “મિત્રતા ખાતર હું એ જોખમ ખેડવા તૈયાર છું.” * મિ. વિંકલ હવે આ શત્રુ જેવા મિત્રની બેસમજદારી ઉપર ચિતા કરતા ગુપચુપ આગળ ચાલ્યા; મિ. ખેંડગ્રાસ પણું પોતાના