________________
૩૦
લગ્ન-મિજબાની
Sલી-ડેલ પહોંચી મિ. પિકવિક અને તેમના મિત્રો સેમ સાથે કેચમાંથી ઊતર્યા, ત્યારે મિવોર્ડલે સામે લેવા મોકલેલો જાડિયો જોસફ તેમને મળ્યો. તે ગાડું લઈને બધાનો સામાન લેવા આવ્યો હતો. મિ. પિકવિકે સેમને બધો સામાન લઈને જેસફ સાથે ગાડામાં પાછળ આવવા કહ્યું; અને તે પિતાના સાથીદારો સાથે પગપાળા જ ચાલતા થયા.
સેમ બધો સામાન ગાડામાં ભરવા લાગ્યો, તે વખતે જાડિયો દૂર ઊભા રહી તેને કામ કરતો જોઈ રહ્યો.
છેક છેલ્લે બંડલ ગાડામાં નાખી લીધા પછી સેમે એ જાડિયા સામું જોઈને કહ્યું, “તું ખરેખર ઇનામ જીતવાની હરીફાઈમાં ઊતરે એ થયો છે. તેને મન ઉપર કઈ બાબતની કશી ચિંતા છે ખરી ?”
મને કઈકહેતાં કોઈ ચિંતા મન ઉપર નથી,” જાડિયાએ જાડો જવાબ આપે.
હું, પણ સાચું કહેજે ત્યા, કોઈ જુવાન છોકરી માટે તું તડપતો હોય, અને તે તને જવાબ ન વાળતી હોય, એવો કંઈક રોગ તો તને છે જ.”
જાડિયાએ નન્નો ભણવા ડોકું હલાવ્યું. પણ એ નન્ને જાડે હકાર” જ હતે.
૨૪૪