________________
કાયદા અંગેનું થોડુંક
૨૫૭ આગ્રહ કર્યો. તે દિવસે તેમના બીજા મિત્રો પણ પધારવાના હતા. મિ. પિકવિકે એ સૌ મહાપ્રોને મળવા આવવાનું ખુશીથી સ્વીકાર્યું.
વિદાય થતી વેળાએ મિ. વિકલ આરાબેલા ઍલન સાથે અને મિ. ડગ્રાસ ચૅમિલી સાથે બાજુએ જઈ શી ગુસપુસ ચલાવી રહ્યા હતા તે તો અમે કહી શકતા નથી, પરંતુ તેઓ પાછા આવ્યા, અને કેચમાં બેઠા, ત્યાર પછી પણ તેમની આંખો ઉપર રૂમાલ દાબેલા હતા; તથા અઠ્ઠાવીસ માઈલની મુસાફરી દરમ્યાન મિ. પિકવિક કે મિટપમન સાથે એ બંને મિત્રો કશું બોલ્યા નહીં, તે ઉપરથી માનવું રહ્યું કે, તેઓને મનમાં કશીક વાતનું ભારે દુઃખ વ્યાપેલું હતું.
૩૨ કાયદા અંગેનું થોડુંક
અદાલતે વાળા “ટેમ્પલ'- વિસ્તારના જુદા જુદા ખૂણાઓ અને બખાઓમાં કેટલાક અંધારિયા ગંદા ચેબર છે. તેમાં થઈને વેકેશન દરમ્યાન આખી સવારે, અને કાર્ટની ટર્મ ચાલુ હોય ત્યારે અર્ધી સાંજ વકીલેના ગુમાસ્તાઓ હાથમાં કાગળોના થેકડા લઈને આવ-જા કરતા દેખાતા હોય છે. ગુમાસ્તાઓના વર્ગો જુદા જુદા હોય છે અને તેમની ખાસિયત પણ જુદી જુદી હોય છે. જેમ કે, “આર્ટિકલ્ડ કલાર્ક : જે અમુક ફી ભરીને જેડાયો હોય છે, અને જે ભવિષ્યમાં એટર્ની થવાનો હોઈ અત્યારથી દરજીનાં બિલ ઊભાં કરતો હોય છે. વૅકેશનમાં તે બાપને મળવા ગામ જતો હોય છે. તેને ગુમાસ્તાઓમાં સર્વોચ્ચ વર્ગને કહી શકાય. બીજો વર્ગ પગારદાર ગુમાસ્તાને છે. એ બહારનો તથા અંદરનો એમ બેમાંથી ગમે તે એક પ્રકારનો હોઈ શકે. તે પિતાના અઠવાડિયાનો ત્રીસ શિલિંગ પગાર અંગત મેજશોખ અને ટાપટીપ પાછળ ખરચી નાખે છે, અઠવાડિયામાં ત્રણ વખત ઍડેલ્ફી
પિ.-૧૭