________________
૩૦૮
પિકવિક કલબ ડેડસન એન્ડ ડ્રગ એ ફરિયાદીના એઓ છે; તો. તેઓ ફરિયાદીના વકીલેની ભલમનસાઈનાં ખૂબ વખાણ કરતી હતી, ખરું ? તેઓ શાં શાં વખાણ કરતી હતી, વારુ ?”
“ડેડસન અને ફેગે ભારે ઉદારપણું દેખાડીને આખો કેસ છતે ત્યારે જે નુકસાની મળે એનો ભાગ રાખવાનું કાંધું કરીને મફત લડવાનું કબૂલ કર્યું હતું, એવી વાત કરી હતી, સાહેબ. વકીલ પહેલેથી ફી ન માગે, એ તેમની ભલમનસાઈ જ કહેવાયને સાહેબ ?”
આ અણધાર્યા જવાબથી પ્રેક્ષકો હસવા મંડી ગયા અને ડૉડસન અને ફગનાં મેં કાળાં ઠણુક પડી ગયાં. કારણ કે, વકીલ તરીકે આવી રીતે કાંધાં કરવાં એ તદ્દન અજુગતી રીત ગણાય. કજિયા-દલાલ જેવા હલકી કોટીના લોકો જ અસીલની હાર-જીત ઉપર આ સટ્ટો ખેલે.
ડોડસન અને ફગે ઉતાવળે સારજંટ બઝફઝને કાનમાં કંઈ કહ્યું, એટલે તેણે તરત જજને સંબોધીને કહ્યું, “માય લૉર્ડ, આ અગમ્ય મૂર્ખતાવાળા સાક્ષી પાસેથી કંઈ અગત્યનો મુદ્દો નીકળી શકે તેમ ન હોવાથી, હું તેને વધુ પ્રશ્નો પૂછીને નામદાર અદાલતને નાહક થકવવા માગતો નથી. તે બસ, તમે પાંજરામાંથી ઊતરી જાઓ, સાહેબ.” બઝફઝે સેમને સંબોધીને કહી દીધું.
“બીજે કઈ સદ્ગહસ્થ મને કંઈ પૂછવા ઈચ્છે છે?” સેમે ટોપ હાથમાં લઈ ચોતરફ નજર કરતાં કહ્યું.
હું તો નથી જ પૂછવા માગતો.” સારજંટ સ્નેબિને હસતાં હસતાં જણાવ્યું.
આમ ડડસન અને ફગના કેસને પોતાનાથી થાય તેટલું નુકસાન કરી આપીને, અને મિત્ર પિકવિક વિષે જેટલું ઓછું કહેવાય તેટલું કહીને સેમ પાંજરામાંથી નીચે ઊતર્યો.
સારજંટ સ્નેબિને પછી જૂરીને સંબોધીને બહુ લાંબું તથા જુદા જુદા મુદ્દાઓ ઉપર ભાર મૂકીને ભાષણ શરૂ કર્યું. તેમણે મિત્ર પિકવિકના ચારિત્ર્ય અને વર્તન વિષે ઘણું પ્રશંસાત્મક શબ્દો વાપર્યા;