________________
ક
પિકવિક ક્લબ “અરે, તમે એ પચીસ પાઉંડ મને આપીને પાંચ મિનિટ પછી પાછા માગજો. હું પાછા નહીં આપું. એટલે તમે તરત મારા ઉપર દાવો માંડી, મને દેવાળિયાની જેલમાં મારા ગવર્નર પાસે ધકેલી દેજે. બેલ ડોસા, તમારી અક્કલ પહોંચે છે?”
ડેસો થેલી વાર સેમ તરફ જોઈ રહ્યો; પછી આખી વાતને મર્મ સમજાતાં, તરત ઠેકડો મારી ઊભો થયો અને એમની અક્કલ માટે શાબાશી બતાવતાં બતાવતાં તેણે પોતાના જાડા શરીરને એક બાજુ આમળવા આંચકા મારી મારીને, પિતાનું જંગી ખીસું હાથ તરફ આયું. પછી તેમાંથી મોટું પાકીટ ખેંચી કાઢી, તેમાંથી નોટ કાઢીને સેમના હાથમાં પકડાવી દીધી. પછી તે એને ખેંચતા ખેંચતા પેલા વકીલ સલેમન એલ પાસે લઈ ગયા. ત્યાં જઈ તેમણે વકીલના કાનમાં બધી વાત સમજાવી દીધી અને “અબઘડી” સેમને ફલીટ જેલમાં મોકલી આપવામાં પોતાની બધી બુદ્ધિ ખર્ચી નાખવા ભલામણ કરી; “ફી તમારે માંગવી હોય તેટલી માગી લે!”
મિ. પેલે તરત એ દાવાનું ખર્ચ ગણી કાઢયું, અને એટલી રકમ ખીસામાં પડી ગઈ એટલે પછી સેમને શાબાશી આપવા માંડી કે, વફાદારી આનું નામ!
ડેસા વેલરની છાતી એ સાંભળીને ગજ ગજ ઊછળવા લાગી.
અલબત્ત. મિ. પિલ સાથે તે ઘડીએ એ શરત કરાવવામાં આવી કે, મિ. પિકવિક કઈ કારણે જેલમાંથી છૂટે, તો સેમને પણ જેલમાંથી છોડાવવાની તૈયારી તે જ ઘડીએ કરી દેવાની.
આઠ આઠ જણ હકારા-બખાળા કરતા સૈમને ફલીટ-જેલને દરવાજે મૂકી ગયા. સેમ તરત જ પિતાના માલિક મિ. પિકવિકના ઓરડા તરફ દોડી ગયો. બારણું બંધ હોવાથી તેણે થોડું થપથપાવ્યું. મિત્ર પિકવિકે અંદરથી કહ્યું, “ઉઘાડીને અંદર આવો.”