________________
- પિકવિક કલબ “આભાર, સાહેબ બહુ સારી હાલતમાં છું, સાહેબ, તમે ભલા-ગંગા છોને સાહેબ?” વેલર ડોસાએ સામી ખબર પૂછી.
“આભાર; હું પણુ બરાબર છું.”
મારે તમારી સાથે પાંચેક મિનિટ વાત કરવી છે, સાહેબ, જો અત્યારે ફુરસદ હોય તો,” ડોસાએ કહ્યું.
જરૂર; સેમ, તેમને માટે એક ખુરશી પાસે લાવ.”
પણ ડોસા પોતે જ ખુરસી ખેંચી લાવીને બેઠા પણ સંકાચને કારણે કશું બોલી ન શકાતાં એટલું જ બોલ્યા, “આજનો દિવસ બહુ મજાને છે, નહિ સાહેબ ?”
“હા, બહુ મજાનો છે, જરૂર.”
“મેં કદી ન જોઈ હોય એવી સારામાં સારી ઋતુ છે, સાહેબ,” એમ કહી, ડોસા ઉપરાઉપરી ઉધરસ ખાવા મંડી ગયા. દરમ્યાન તેમણે સેમ તરફ ધમકીભરી નિશાનીઓ કરવા માંડી.
મિ. પિકવિક સમજી ગયા કે, ડોસાને કંઈ કહેવું છે, પણ બોલતાં ખચકાય છે, એટલે તેમણે પાસે પડેલી ચોપડીનાં પાનાં કાપવાનો દેખાવ કરી, ડોસા આગળ બોલે તેની રાહ જોવા માંડી.
તારા જે ખરાબ છોકરો મેં કદી જોયે નથી, ઍમિલ; મારી આખી જિંદગીમાં પણ,” વેલર ડેસા તડૂકી ઊઠયા.
“તમને કંઈ પજવે કરે છે ?” મિ. પિકવિકે પૂછયું.
“તે શરૂઆત જ કરતો નથી; તે જાણે છે કે, મને બરાબર ફાવતું નથી; છતાં તે ઊભો ઊભો જોયા કરે છે અને તમારે કીમતી સમય બગાડે છે. પોતાના બાપની આવી ફજેતી કરાવવી એ સારા છોકરાનો ધર્મ છે, સાહેબ ? જરાય નહિ, ” એમ કહી, ડોસાએ કપાળ ઉપરથી પરસે લૂછવા માંડયો.
“વાહ, તમે એ બધું બોલવાના છો, એમ તો તમે મને પહેલેથી કહ્યું હતું; હું કેમ કરીને જાણું કે, તમે પહેલે ધડાકે જ પાણીમાં પેસી જવાના છો ?”