Book Title: Pikvik Club
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 450
________________ ચોંકાવનારી વાતા ૪૫ “અને તે પણ તમારા પતિ જેને આશ્રિત છે તે બાપને પૂછવાના વિવેક દાખવવાનું તમારા પતિને સૂચવ્યા વિના ’’ “હું તે વાતનેા ઇનકાર નથી કરી શકતી, સાહેબ.” “અને વળી તમારા પતિ, તેના બાપની ઈચ્છા તેને જ્યાં પરણાવવાની હતી, ત્યાંથી તેને જે આર્થિક અને સાંસારિક લાભા થાત તેની અવેજીમાં સાટું વાળવા જેવી તમારી પોતાની આર્થિક સ્થિતિ સધ્ધર નથી, તે સારી પેઠે જાણુતાં હોવા છતાં ?” બુઢ્ઢાએ આગળ ચલાવ્યું. “આને જુવાનડાં નિઃસ્વાર્થ – સ્વર્ગીય – પ્રેમ કહે છે, ખરું? પણુ જ્યારે તેમને પેાતાનાં છેાકરા-છેાકરી થાય છે, ત્યારે તેમનું એ બધું સ્વર્ગ કયાંય ઊડી જાય છે, અને નક્કર વાસ્તવિકતા તેમના માથા સાથે અફળાય છે!” આરાખેલાને હવે ખાતરી થઈ ગઈ કે, તે પેાતાના સસરા સાથે વાત કરી રહી છે. તે ચેાધાર આંસુએ રડી પડી અને કહેવા લાગી કે, પાતે બહુ કાચી ઉંમરની અને બિનઅનુભવી છે. તેની પેાતાની આસક્તિ જ તેને લગ્નનું પગલું ભરવા દેરી ગઈ હતી; અને નાનપણથી જ માબાપ વિનાની બની ગઈ હાવાથી, તેને તેમની શિખામણુ અને દારવીને જરા પણુ લાભ મળ્યા ન હતા. “બહુ ખાટું કર્યું, બહુ જ ખોટું કર્યું. નર્યા પ્રેમલાવેડા, અને મૂર્ખાઈ, બીજું શું ?’’ “એ મારા વાંક હતા, બધ્ધા મારા જ વાંક હતા, સાહેબ.' આરાખેલા રડતાં રડતાં ખેાલી. 2 “નક્કામી વાત.” ડાસા ખેાલી ઊઠયો. “તે તમારી સાથે પ્રેમમાં પાચો એ તમારો વાંક કેવી રીતે કહેવાય ?’ પણ પછી ઘેાડી વાર આરાખેલા તરફ છૂપી રીતે જોઈ રહ્યા બાદ ડાસા એચિંતા ખેાલી ઊઠયો, “તમારો ગ બધા વાંક છે, વળી; તે બિચારા ખીજું કરે પણ શું ?” પેાતાના સૌંદર્યની આ આડકતરી તારીથી કે કઢંગી રીતે ડાસાએ કરેલી એની રજૂઆતથી કે ડાસાના પહેલાં કરતાં માયાળુ

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462