________________
ક
પિકવિક કલબ બનેલા વ્યવહારથી કે એ ત્રણે વાનાં ભેગાં થવાથી આરાબેલાને આંસુ વચ્ચે પણ થોડું હસવું આવી ગયું.
પછી પિતાના મોં ઉપર પણ આવી રહેલા હાસ્યને છુપાવવા ડાસાએ ઓચિંતું પૂછયું: “તમારો પતિ ક્યાં છે, વારુ ?”
અબઘડી જ આવી પહોંચવા જોઈએ. પિતાના પિતા તરફથી કશે જવાબ મળ્યો ન હોવાથી તે બહુ ભાંગી પડયા હતા; એટલે મેં જ તેમને સવારને થોડું ફરી આવવા સમજાવ્યા હતા.”
ભાંગી પડ્યો છે ? સાચું કહે છે ? તે તે બેટમજી એ જ દાવના હતા.”
“તેમને મારા વતીનું ખૂબ લાગી આવે છે એવો મને ડર છે; અને મને પણ તેમના વતીનું એવું લાગી આવે છે, કે તેમની આ વલે થવામાં હું જ કારણભૂત છું.”
“તેના વતીનું માઠું લગાડવાની જરા પણ જરૂર નથી. એની એ જ વલે થવી જોઈએ. તેની માઠી વલે થઈ છે, એ જાણી, ઊલટો મને આનંદ જ થાય છે.”
પણ એટલામાં બહારથી આવેલે પગલાંને અવાજ સાંભળતાં જ બંને જણ એકસાથે સમજી ગયાં કે કેણુ આવે છે. ડોસો એકદમ ઝાંખો પડી ગયો પણ સ્વાસ્થ દેખાવાનો પ્રયત્ન કરીને ઊભો થઈ ગયો. તે જ ઘડીએ મિ. વિકલે ઓરડામાં પ્રવેશ કર્યો.
બાપુ!” એમ બેલતાંમાં તે મિવિંકલ ગાભરા બની લથડિયું ખાઈ ગયા.
હા, છ” બટકા ડોસાએ જવાબ આપ્યો. “ઠીક, સાહેબ, હવે તમારે મને શું કહેવાનું છે?”
મિ. વિકલ ચૂપ રહ્યા. “તમને હવે શરમ લાગતી હશે, ખરું ને?” મિ. વિકલે કશે જવાબ ન આપ્યો.
“તમને હવે તમારા વતીની શરમ આવે છે કે નહીં ?” ડેસો તડૂકો .