Book Title: Pikvik Club
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 457
________________ ૪૪૨ પિકવિ કલબ સેમ વેલર પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે બે વર્ષ સુધી અપરિણીત રહ્યો. મિ. પિકવિકવી ઘરડી ઘરકારભારણ મરી ગઈ ત્યાર પછી મિત્ર પિકવિકે મેરીની નિમણૂક એ હોદ્દા ઉપર કરી – એક શરતે કે તેણે સૅમ સાથે લગ્ન કરવું, જે શરત તેણે કશો બબડાટ કર્યા વિના સ્વીકારી લીધી. મિ. પિકવિકના બગીચાના પાછળના ઝાંપા આગળ બે ધિંગાં ભૂલકાં કઈ કઈ વાર દોડતાં-કૂદતાં, દેખા દે છે, તે ઉપરથી માનવાને કારણ મળે છે કે સેમ કુટુંબી બન્યો છે. ઍમના બાપ વેલરડેસાએ બારેક મહિના તે કોચ ઉપરની પિતાની જૂની કામગીરી બજાવવી ચાલુ રાખી. પણ પછી સંધિવાથી વધુ ને વધુ જકડાઈ જતાં તેમને તે ધંધામાંથી નિવૃત્ત થવું પડયું. પરંતુ મિત્ર પિકવિકે તેમના પૈસાનું જે કાળજીભર્યું રોકાણ કર્યું હતું, તેને પ્રતાપે તે. . . લત્તા તરફની એક લેજમાં આરામથી સ્વતંત્ર જીવન ગુજારે છે. ત્યાં પણ પિકવિક સાથેના સંબંધની વાતે તથા વિધવાઓથી બચતા રહેવાની સલાહથી તે પરવારતા જ નથી. મિ. પિકવિકે પિતાના અનુભવને ઇતિહાસ લખવામાં થોડોક વખત ગાળ્યો, અને તે ઇતિહાસ કલબના મંત્રીને મોકલી આપ્યો. આ કથા મત્રી પાસેની તે ધાને જ આભારી છે. મિ. વિકલ, મિ. સ્નોડગ્રાસ અને મિત્ર ટ્રેન્ડલ તરફથી વારંવાર આવતાં પોતાનાં સંતાનોના ગડ-ફાધર બનવાનાં નિમંત્રણ સિવાય બીજી કોઈ વાતનો મિત્ર પિકવિકને ત્રાસ નથી. તે આમંત્રણ પણ હવે તેમને કઠે પડી ગયાં છે. મિ. જિંગલ અને તેના સાથી જોબ ટ્રેટર ઉપર મિ. પિકવિકે કરેલા ઉપકાર બદલ મિ. પિકવિકને પસ્તાવાનું કાંઈ કારણ મળ્યું નથી. બંને જણ સમાજના આબરૂદાર નાગરિક બની ગયા છે. મિ. ઑર્ડલ દર વર્ષે પિતાના બધા સંબંધીઓને ભેગા કરવા માટે પિતાને ત્યાં મોટી મિજબાની ગોઠવે છે અને બધાં જ અચૂક એ મિજબાનીમાં હાજર રહે છે. મિ. પિકવિક પણ સૅમ સાથે ત્યાં હાજર રહે છે જ. એ બે માલિક-નોકર વચ્ચે અરસપરસ પ્રેમ-આદરને જે દૃઢ તંતુ બંધાય છે, તેને મત જ તેડી શકે તેમ છે.


Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462