________________
તો સારું જેનું છેવટ સારું...” ૪૧ અને આનંદથી ફાટી પડતું વફાદાર હૃદય, મેરીને એથી પણ વધુ આનંદભર્યો છતપતાટ - એ બધું જીવનની સુખી પળોનું વર્ણન કરવાની ખટપટમાં હવે ન ઊતરીએ. ગમે તેવી મિલનની સુખી પળો પાછળ વિદાયની પ્રેમભરી પણ ઘેરી શકભરી પળે આવતી જ હોય છે; પરંતુ ઘુવડની પેઠે આપણે અંધારા તરફ જ શા માટે આંખ ઠેરવવી? એને બદલે આનંદના સૂર્યપ્રકાશને જ ઝીલતા વિદાય થઈએ, એમાં શું ખરું?
છતાં, કેટલીક વિગતે આપણું કથાને પૂરી કરતા પહેલાં કે પૂરી કરવા માટે જ જણાવી લેવી જરૂરી છે.
મિ. વિકલ અને મિસિસ વિકલ ઉપર ખુશી થઈ ગયેલા વિકલ ડોસાએ મિ. પિકવિકના મકાનથી ભાગ્યે અર્ધોએક માઈલ દૂર આવેલું એવું એક નવું બંધાયેલું મકાન પસંદ કર્યું અને તેમાં તેઓને વસાવી દીધાં. વિકલ ડોસાએ ઉપરાંતમાં પિતાના પુત્રને શહેર તરફના પિતાના કારોબારને એજન્ટ પણ નીમી દીધો. મિ. વિકલે હવે પિતાનો મેદાની’ પોશાક તજી દઈને સીધા અંગ્રેજ સગૃહસ્થને પિશાક ધારણ કર્યો છે, એની નોંધ લેવી ઘટે.
મિત્ર અને મિસિસ સ્નગ્રાસે ડિલી ડેલમાં જ એક જાગીર ખરીદી લીધી – આવકના હેતુથી નહીં પણ કંઈક કામકાજમાં રેકાવા ખાતર. મિસ્નોડગ્રાસને અવારનવાર ખિન્ન થઈ જવાનો સ્વભાવ તેમની કવિ તરીકેની કાવ્ય-સર્જનની પ્રસૂતિ પીડા રૂપ જ મનાતે; જેવું ઘણુ મહાનુભાવોની બાબતમાં મનાતું આવે છે. જોકે તેમની કોઈ કાવ્યકૃતિ અમારા જેવામાં હજુ સુધી નથી આવી.
- મિ. ટ૫મને, પોતાના બે સાથીદારો પરણી ગયા પછી, અને મિ. પિકવિક પિતાના નવા ઘરમાં ગોઠવાઈ ગયા પછી, રિચમંડ મુકામે નિવાસ કર્યો. હજ તે કુંવારા જ છે, જેને કુંવારી પ્રૌઢ સ્ત્રીઓ તેમને ઝંખી રહી છે, એમ તે માને છે.
મિ. બેબ સૈયર અને મિ. બેન્જામિન એલન બંગાળામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સર્જન તરીકે નિમણૂક કરતાં ઇન્ડિયા ચાલ્યા ગયા છે; અને ઠેકાણે પડ્યા છે તથા ઠેકાણે આવ્યા છે.