________________
૪s:
“ો સારું જેનું છેવટ સારું.” ૪૩૯ તેથી, મિત્ર વિકલ-સિનિયરે આવીને પિતાના પુત્ર સાથે અને વધારે તે પોતાની ફૂટડી પુત્રવધૂ સાથે સુમેળભર્યું સમાધાન સાધી લેતાં, તેને આનંદ અને સંતોષ સૌ માણી રહ્યાં હતાં તે દરમ્યાન જ, મિત્ર પિકવિક અને તેમનો વફાદાર અનુચર સેમ રોજ સવારના કયાંક ચાલી નીકળતા તે છેક રાત પળે પાછા ફરતા. એ વસ્તુ વારંવાર ધ્યાનમાં આવતાં, મિત્ર વર્ડલે, પોતે ઊતર્યા હતા તે હોટલમાં તાકીદે એક પાર્ટી ગોઠવીને સૌને ભેગાં કર્યા.
બધાં આવી ગયાં અને પીણું-બીણું પીને સહેજ સાંસતાં થયાં, એટલે તરત મિ. વૉર્ડલે ઊભા થઈ મિ. પિકવિકને ધમકીભર્યા સ્વરે પૂછયું કે તે અને તેમને હરિયે ઍમ કોના વાંકે કે શા વાંકે સૌ મિત્રોને છોડી એકલા એકલા બહાર ફરતા ફરે છે, તેને ખુલાસે તેમણે તાકીદે કર, નહિ તો ... ઈ૦
મિ. પિકવિક મિત્ર વર્ડલની ધમકી સાંભળી રાજી થતા થતા એકદમ ઊભા થઈને બોલી ઊઠ્યા કે, હું પોતે જ આજે એ બધા સમાચાર તમને કહેવાનું હતું, પણ તમારા સૌને મારા ઉપર સદ્દભાવ વધુ બળવાન નીવડયો અને તમે જ મને પૂછવાની પહેલ કરી. થોડાક દિવસથી આપણું સૌની વચ્ચે જે બનાવ બન્યા છે કે બનવાના થયા છે – અર્થાત જે લગ્ન થઈ ચૂક્યું છે અને જે હવે . પછી થવાનું છે – તે બધાને કારણે આપણાં જીવનમાં જે ફેરફારો થવાના છે, તે લક્ષમાં રાખી, મને પણ મારા ભવિષ્યના જીવન બાબત કંઈક ભેજના વિચારી કાઢવાનું આવશ્યક લાગતું હતું. દરમ્યાન આ લંડન શહેરની નજીકમાં જ કયાંક એક સારું સ્થળ શોધી કાઢી, ત્યાં શાંતિમય નિવૃત્ત જીવન ગાળવાનો મને વિચાર આવ્યો. તે પ્રમાણે અહીંથી નજીકમાં જ ડવિચ મુકામે મેં એક અલગ સારું મકાન શોધી કાઢી ખરીદી લીધું છે અને મારી જરૂરિયાતે વિચારી લઈને તેને સારી રીતે સજાવ્યું છે. તે મકાનની આસપાસ મેટો બગીચો છે જેમાં લાંબા કલાકે એકાંતમાં બેસીને ગાળી શકાય તેવી સગવડ છે. મારા વફાદાર સાથી સેમ સાથે ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે. મારા ભલા વકીલ પર્કરે ઘર સંભાળનારી એક પ્રૌઢ બાઈ ભલામણ