________________
એંકાવનારી વાત
૪૩૭ હવે વિલે આરાબેલાને હાથ પોતાના હાથમાં ભેરવી લઈ જવાબ આપ્યો, “ના સાહેબ, મને મારા વતીની કે મારી પત્ની વતીની જરા પણ શરમ આવતી નથી.”
“ખરે જ?' ડોસ મરડાટમાં બેલી ઊઠયો.
તમારે મારા ઉપરનો ભાવ ઓછો થાય એવું કરવા બદલ હું ખરેખર દિલગીર છું; પરંતુ મારે સાથે સાથે જ કહેવું જોઈએ કે આ બાનુને પત્ની તરીકે સ્વીકારવાથી ભારે જરા પણ શરમાવાપણું નથી. તેમ જ આપને પણ એને પુત્રવધુ તરીકે સ્વીકારવાથી જરા પણ શરમાવાપણું નથી.”
એ છેલ્લા શબ્દો સાંભળતાં જ ડોસાની બધી અકડાઈ જાણે ચાલી ગઈ પુત્રે તેમને પોતાની પુત્રવધૂથી જરાય શરમાવાપણું નથી એવું જે કહ્યું, તે જાણે તેમના ઉપર ખોટો આરોપ મૂક્યો હોય તેવું તેમને લાગ્યું. તે એ આરોપને રદિયો આપતા હોય એમ એકદમ બદલાયેલા અવાજે આરાબેલાને સંબોધીને બેલી ઊડ્યા, ચાલ દીકરી, તું તારો હાથ મને આપ અને મને ચુંબન કર જોઉં. મને નાનકડી સુંદર પુત્રવધૂ મળી છે, એ વાતની કઈ ના તે પાડી જએ !”
થોડી જ મિનિટમાં મિ. વિકલ દેડતા જઈને પિકવિક ડોસાને બોલાવી લાવ્યા અને પછી બંને ડોસાઓએ આનંદથી પૂરી પાંચ મિનિટ સુધી હસ્તધૂનન કર્યું.
“તમે મારા પુત્ર તરફ જે માયાળુતા દાખવી છે તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું, મિ. પિકવિક ! તમે જ્યારે આ લકોના લગ્નના સમાચાર લઈને આવ્યા. ત્યારે ઓચિંતા એ સમાચાર મળવાથી હું ગૂંચવાઈ ગયો હતો અને અકળાઈ ગયા હતા. પરંતુ વધુ વિચાર કરતાં હું આ બાબતનો મારા મનમાં ઉકેલ લાવી શક્યો હું અને તમારી સાથે અભદ્ર રીતે વર્તવા બદલ હું તમારી ઘણી ઘણું માફી માગું છું.”
જરા પણ નહિ, સાહેબ! ઊલટું તમે મારે આનંદ પરિપૂર્ણ બનવામાં જે વસ્તુ ખૂટતી હતી, તે પૂરી પાડીને મને આભારી કર્યો