________________
४४०
પિકવિક કલબ કરીને મોકલી છે, અને તેણે માગ્યા પ્રમાણેનાં બીજાં પણ કેટલાંક નોકર-ચાકર મેં રાખી લીધાં છે. ત્યાં શાંતિથી રહી, મારું બાકીનું જીવન અવારનવાર તમે મારા પ્રિય મિત્રોની સાથે હળવાભળવામાં હું ગાળીશ; અને મૃત્યુ બાદ તમારાં વહાલભર્યા સંભારણાં મારી પાછળ લેતો જઈશ. જીવન દરમ્યાન સારું કહેવાય એવું બહુ ભલે મેં નહિ કર્યું હોય; પણ ખરું કહેવાય એવું બહુ ઓછું કર્યું હશે, એને મને સંતોષ છે. હું મારા ઘરનું ઉદ્દઘાટન, મારા મિત્ર મિવર્ડલ જે વાંધો ન લે છે, તેમની સુપુત્રીનું લગ્ન મારા પ્રિય મિત્ર અને સાથી ડગ્રાસ સાથે તે ઠેકાણે ઊજવીને કરવા માગું છું; અને તે પ્રસંગે આનંદની વૃદ્ધિ કરવા તમે સોને નિમંગું છું.
સૌએ તાળીઓ પાડીન, અને પોતાના પ્રિય મિત્ર, વડીલ અને સાથીથી છૂટા પડવાનું નજીકમાં જ આપ્યું છે એના ખ્યાલથી કંઈક ભારે હૈયે, મિ. પિકવિકના નિવેદનને વધાવી લીધું.
મિ. સ્નડગ્રાસને તો લગ્ન પહેલાં બહુ જુજ તૈયારીઓ કરવાની હતી. તેમનાં માતા કે પિતામાંથી કોઈ જીવતું ન હતું અને સગીરવયે મિ. પિકવિકના વાલીપણા હેઠળ જ ઊછરીને તે પુખ્ત ઉંમરના થયા હોઈ મિ. પિકવિકને તેમની બધી અસ્કામતની પૂરેપૂરી માહિતી હતી. તે તેમણે મિ. વેલને કહી સંભળાવી. મિ. વર્ડલને તે જાણી પૂરી સંતોષ થયે; અને તેમણે પોતે પણ એમિલીને આપવા રકમ નક્કી કરી રાખેલી હોવાથી બંને દંપતી સુખે જીવન ગાળી શકે તેવી જોગવાઈ થઈ ગઈ હતી. એટલે આજના દિવસ પછી એથે દિવસે જ લગ્ન લેવાનું નકકી થયું.
મિ. વેલ પિતાને પક્ષે બધી તૈયારીઓ કરવા તરત જ પિતાને ગામ ડિગ્લી ડેલ જવા ઊપડી ગયા. એટલા ટૂંકા વખતમાં લગ્ન માટેના પોશાકો તૈયાર કરાવવાની સ્ત્રી-જનની તાકીદથી દરજીઓ તો જીવ ઉપર આવી ગયા.
લગ્નવિધિ, તે પછીની મિજબાની, મિપિકવિકનું ભર્યુંભાર્યું થઈ ગયેલું ઘર, તેમના નોકરનો ઉમંગ અને ઉત્સાહ, સેમનું ખુશી