________________
૪૩૪
પિકવિક કલબ “હું. અવાજ તે મીઠો છે, પણ એથી શું?” એમ ગણગણત બુટ્ટો સદ્દગૃહસ્થ બારણું ઉઘાડી અંદર દાખલ થયે.
આરાબેલા કોઈ અજાણ્યાને કમરામાં દાખલ થતે જોઈ, હાથમાંનું કામ પડતું મૂકી, ગાભરી બનીને એકદમ ઊભી થઈ ગઈ. પણ તે વખતેય તેની મેહક છટા પ્રગટ થયા વિના ન રહી.
બાનુ, ઊભા થવાની જરૂર નથી,” બુદ્દો કમરામાં દાખલ થઈ બારણું બંધ કરતાં બે. “માની લઉં છું કે તમે મિસિસ વિકલ છો?”
આરાબેલાએ જવાબમાં માથું નમાવ્યું.
મિસિસ નેથેનિયલ વિકલ, કે જે બરમિહામના એક બુદ્દા ડિસાના દીકરા જોડે પરણ્યાં છે ?” મોં ઉપર દેખાઈ આવતી અચંબાની આભા દબાવતાં અજાણ્યાએ પૂછયું.
આ વખતે પણ આરાબેલાએ માથું નમાવીને બહા'માં જવાબ આપે; પણ તે હવે મદદ માટે બૂમ પાડવી કે નહીં તેની ગડભાંજમાં પડી ગઈ
મને દેખી તમે ચોંક્યાં લાગે છે, ખરું?” ડોસાએ ખુરશીમાં બેસવાની રજા માગવાની સભ્યતા દાખવીને પૂછયું. અને સાથે સાથે જ ખુરશીમાં બેસી જઈ, આસ્તેથી ખાસામાંથી ચશ્માંની દાબડી કાઢીને ચમાં નાક ઉપર ચડાવ્યાં.
તમે મને ઓળખતાં નથી, ખરું ને?” બુદ્દાએ એ સવાલ પૂછતાં એટલું તાકીને આરાબેલા સામું જોયું કે તે બિચારી ડઘાઈ ગઈ
“ના, સાહેબ,” આરાબેલાએ ધીમેથી જવાબ આપ્યો.
મારું નામ પણ નહીં જાણતાં હો ?” “ના છે! પરંતુ તે હું પૂછી શકું ?”
હમણાં જ જાણશે, હમણાં જ !” ડોસાએ આરાબેલાના માં ઉપરથી આંખ ખસેડ્યા વિના કહ્યું. “પણ બાનુ, તમે હમણું તરતમાં જ પરણ્યાં છો, ખરું ને ?”
આરાબેલાને જે વાતનો ડર અત્યાર સુધી સતાવતો આવ્યો હતે, તે અચાનક તેના મનમાં ફુરી આવ્યું. તે હવે છેક જ ઢીલી પડી જઈને ભાગ્યે સાંભળી શકાય તેવા અવાજે બોલી, “હા, છ.”