________________
પિકવિક ક્લબ “લાંબો વિચાર કરીને જ કહું છું કે, હું હવે ફરવા રખડવાનું છોડી દેવાને છું. ચારે બાજુથી હવે નવી પરિસ્થિતિમાં હું મુકાતે જાઉં છું, અને મેં પોતે જ હવે સ્થિર થઈને રહેવાનું નક્કી કરેલું છે.”
તો એ કારણે જ હવે તો તમારી જરૂરિયાતો અને ટે સમજી શકે એ માણસ હરઘડી તમારી સાથે જોઈએ, જેથી તમે નિરાંતમાં રહી શકે. તમારે મારા કરતાં કોઈ વધુ સુધરેલા નોકર રાખ હોય તે રાખી શકે છે, તેની ના નથી; પણ હું તો તમે પગાર આપે કે ન આપે, અથવા મને રાખો કે ન રાખે પણ તમારી પાસે અને તમારી સાથે રહેવાનો જ છું. ભલે જેને જે કરવું હોય તે કરી નાખે!”
એમ કહી સેમ હાંફતો હાંફતો એક બાજુ મેં ફેરવી ઊભો રહ્યો.
ડેસાથી હવે રહેવાયું નહિ; તે પોતે કયાં છે, સામે કોણ છે એ બધું ભૂલી તરત ઊભા થઈ ગયા, અને સેમી વેલર માટે તેમણે ટો ઊંચો કરી ત્રણ વાર જયનાદ કર્યો ! સેમી વેલાની વાત તેમના અંતરના વિચારને એટલી બધી મળતી આવતી હતી.
પણ, ભલા સેમ, તારે પેલી મીઠડીનેય વિચાર કરવો જોઈએ ને?” મિ. પિકવિકે છેલ્લું શસ્ત્ર વાપર્યું.
મેં તેની સાથે બધી વાત કરી લીધી છે, સાહેબ. મેં તેને કહ્યું કે, મારા માલિકનું ઠેકાણું ન પડે, ત્યાં સુધી હું પરણવાને નથી. તેને રાહ જોવી હોય તો જુએ. મને લાગે છે કે, તે જરૂર રાહ જોશે. અને જે તે રાહ નહિ જુએ, તો મેં ધારી હતી તેવી તે સ્ત્રી નહિ હોય, એટલે હું જ તેની સાથે લગન કરવાની પંચાતમાં નહીં ઊતરું.”
મિ. પિકવિક સેમને પિતા પ્રત્યેને આ ભાવ જોઈ ખરેખર ગળગળા થઈ ગયા. બાપ-દીકરા બંનેએ આજે તેમને ચોંકાવ્યા હતા.
ઉપર મિ. પિકવિકના ઓરડામાં આ બધું ચાલતું હતું, તે દરમ્યાન એક બટકા ઘરડા સહસ્થ એક નાની સરખી બૅગ હાથમાં