________________
:
ન આવ્યા.
ચોંકાવનારી વાત એમને હવે અંદર બોલાવવામાં આવ્યો.
“સેમ, હું અને તારા બાપુ તારા વિષે એક અગત્યની બાબતમાં વિચાર કરતા હતા, અને મને કહેતાં આનંદ થાય છે કે, તે એ બાબતમાં મારી સાથે સંપૂર્ણ સહમત છે,” મિ. પિકવિક વાત માંડી.
“સાંભળ્યું, સેમી ? તારા હિતની વાત છે અને મિત્ર પિકવિકે એ બાબતમાં બરાબર વિચાર કર્યો છે, સમજ્યો? ફાવે તેમ આનાકાની ન કરી બેસતો; અને એ બાઈ વિધવા નથી, એ હું તને પહેલેથી કહી દઉં છું.” વેલર ડોસાએ ઉમેર્યું.
મિ. પિકવિકે પછી હસતાં હસતાં મેરી સાથે તેનું લગ્ન કરવાની પોતે વિચારેલી વાત સેમને સમજાવીને કહી.
સેમ થોડીવાર ચૂપ રહીને પછી એકદમ મોં ફેરવીને બોલી ઊઠો, “એ વાત બને તેવી નથી, સાહેબ.”
શું?”
“એ વાત બને તેવી નથી, સાહેબ, કારણ, હું પરણીને ચાલ્યો જાઉં પછી તમારું શું થાય, સાહેબ ?”
ભલાદમી, મારા મિત્રોની સ્થિતિમાં જ ફેરફારે ઝડપથી થવા લાગ્યા છે, તે જોતાં, હવે મારે પણું મારા જીવનને નવેસર ગોઠવવાનું વિચારવું જ પડશે. હું પણ હવે ઘરડો થતો જોઉં છું, અને મારે પણુ આરામ અને નિરાંતની જરૂર છે; સેમ, મારા પ્રવાસ હવે પૂરા
થાય છે.”
પણ મને તેની શી ખબર પડે ? તમે અત્યારે આમ વિચારે ને ઘડી પછી બીજું વિચારો તો શું થાય? તમે હજી પચીસ વર્ષની ઉંમરના માણસ જેવા ચપળ છે અને કામગરા છે; એટલે હું ન હોઉં તો તમારી સંભાળ કેણુ રાખે ? માટે હું કહી દઉં છું કે, એ વાત બને તેવી નથી.”
“શાબાશ, સેમિલ, તારા કહેવામાં ઘણું ઘણું વજૂદ છે,” દેસા ઉતેજન રૂપે બોલી ઊઠષા.