________________
૪૨૯
પિકવિક ક્લબ
હાંકવા કરવાના છું; એટલે એ બધું કાચ-ગાડીમાં જ મૂકી રાખું તે કાઈને નાહક ચારી કરવાનું મન થાય. એટલે આ પૈસા તમે જ રાખા; અને—” પછી મિ॰ પિકવિકના હાથમાં એ પડીકું મૂકી દેતાં તેમણે ધીમેથી કહ્યું, “ એમાંથી સાહેબ તમારા દાવાના ખર્ચના પૈસા પશુ આપી દેવાશે —” એટલું કહી, તે કશું કાઈ કહે તે પહેલાં આરડીની બહાર નાઠા.
<<
મિ॰ પિકવિક તરત જ ખૂમ પાડી ઊઠ્યા, “ સૅમ, તેમને પકડી લાવ; પાછા પકડી લાવ, જલદી. ”
સમે માલિકને હુકમ થતાં, ડેાસાની પાછળ દોડી જઈ, તેમને જોરથી એરડામાં ખેંચી આણ્યા.
*
ભલા મિત્ર,” મિ- પિકવિક્રે ડાસાના હાથ પેાતાના હાથમાં લેતાં કહ્યું; તમારા મારા ઉપર વિશ્વાસ જોઈ ખરેખર હું રાજી થયા છું. પણ મારી પાસે હું આખી જિંદગી સુધી વાપરી શકું તે કરતાં પણ ઘણા વધુ પૈસા છે. એટલે તમારા આ પૈસા તે તમારી પાસે જ રાખેા.”
"C
""
વેલર ડેાસા ગુસ્સે થઈ ખેાલી ઊઠ્યા, “ઠીક, તેા સૅમી, જાણી રાખ, હવે આ પૈસા મારા હાથમાં રહેતાં હું કશુંક મયું કામ કરી નાખીશ; અને કાઈ વિધવા આવીને મને ઉપાડી જાય, તેા તેને પણ ભરાંસા નહીં. તારા બાપથી હવે તું હાથ ધેાઈ નાખ, દીકરા. મિ॰ પિકવિક તરત ઊભા થઈ ગયા. તેમણે કહ્યું, “ ઠીક, ઠીક, મિ॰ વેલર, હું એ પૈસા મારી પાસે જ રાખીશ. કદાચ એ પૈસાને હું તમારે માટે સારી રીતે રોકી આપી શકીશ.”
(C
બસ, બરાબર છે; એ જ હું કહેવા માગતા હતા, સાહેબ,” ડાસા રાજી થતા થતા ખેલ્યા.
‘ઠીક, ઠીક; પણુ હવે તમે જરા ખેસે; મારે તમને એક વાત કરવી છે; સમ તું જરા બહાર જઈશ?”
સૅમ તરત બહાર ચાલ્યેા ગયેા.