________________
४२२
પિવિક લાખ અંદર હશે એમ માની, એની ચાવી મેળવીને પોતાને છુટકારો કરે તે જ! પણ દરમ્યાન મિડેલ કશુંક લેવા આ ઓરડામાં આવે તો કેવી ફજેતી ?
જમણ બેઠકના ઓરડામાં મંગાવવામાં આવ્યું. જેસફ સૌની તહેનાત ભરવા લાગ્યો. પણ તે વારંવાર બાનુઓ તરફ જોતો જેતે આંખ મિચકારી કે બીજા ચાળા કરી તેમને ખાતરી આપતો હતો કે, પોતે સમજી ગયો છે અને મિત્ર નડગ્રાસ આવ્યાની વાત મિત્ર વડલને જણાવવાનું નથી.
તેની ચેષ્ટાઓ એકબે વખત મિત્ર વોર્ડલની નજરે પડી જતાં, તેમને વિચિત્ર લાગ્યું અને તે બોલી ઉઠયા, “આ જોસફે આજે વધારે પડતું પી લીધું છે કે શું ?”
“ના, સાહેબ નથી પીધું,” કહી એ જાડિયે પાછો બાનુઓ તરફ નિશાનીઓ કરવા લાગ્યો.
દરમ્યાન મિવોર્ડલને પોતાની તપખીરની દાબડી અંદરના શયનકક્ષમાં રહી ગયેલી યાદ આવવાથી જેસફને તેમણે તે લઈ આવવા અંદર મોકલ્યો.
જોસફ અંદર ગયો તો ત્યાં મિસ્તંડગ્રાસ ઊભા હતા. તેમણે ગુપચુપ બહાર જઈ પેલું બીજું બારણું ઉઘાડી પિતાને બહાર કાઢવા જેસફને કાલાવાલા કરવા માંડયા.
પણ જોસફ અંદર વધુ રોકાય તે સૌને વહેમ જાય એ બીકે તેમણે તેને છીંકણીની દાબડી સાથે બહાર મોકલી લીધે.
જેસફે બહાર આવી, મિસ્નડગ્રાસને બહાર કાઢવાનું કામ મેરીને ભાળવવાને વિચાર કર્યો, એટલે દાબડી આપી તે સીધે મેરીને મળવા બહાર દોડી ગયો. પણ મેરી તો પોતાનાં બાનુને તૈયાર કરીને ઉતારે પાછી ચાલી ગઈ હતી, એટલે જોસફ પડી ગયેલે મોઢે સૌ જમતા હતા ત્યાં આવ્યો. મિ. વલને તેની આ દેડાદોડ અને તેનું