________________
४२०
પિકવિ કલબ આવીને મિલીને મળ્યા છે એવું કહી દે, તો બધી બાજી એકદમ બગડી જાય. એટલે સૌ ગભરાઈ ગયાં. તેઓએ બાજુએ જઈ એકદમ વિચાર કરી લીધે.
મિ. સ્નડગ્રાસે તરત આગળ આવી પાંચ શિલિંગ જેસફને પકડાવી દીધા; અને આરાબેલાએ પણ જેસફનાં વખાણ કરી, તેને પાંચ શિલિંગ આપ્યા. મિલીએ તરત તેને કંઈક ખાવાનું આપવા મેરીને જણાવ્યું. બધી વાત સમજી જઈ, મેરી તરત તે જાડિયાને મીઠા મધુર શબ્દોથી આવકારતી નીચે લઈ ગઈ અને તેને ટેબલ ઉપર બેસાડી ખાવાનું મંગાવી, ધીમે ધીમે વાત કરવા લાગી.
સારી સારી વાનીઓ ખાવાની આવતાં જાડિયાને મેંમાં રસ છૂટવા લાગી ગયો. પણ જાડિયે જાડિયેય છેવટે મરદ હતો, એટલે મીઠડી મેરીને પાસે બેઠેલી જોઈ તેને પણ ખાવા માટે આગ્રહ કરવા તથા સ્પર્શે કરવા લાગ્યા.
મેરીએ વખત વિચારી તેને ટોળટપ્પાએ ચડાવ્યો અને જેમકે થોડી જ વારમાં કબૂલ કરવા મહેરબાની કરી કે, મેરી તે મિસ એમિલી કરતાં પણ વધુ સુંદર છે.
જાડિયાએ હવે રોગ પોતાની સાથે આમ ખાવા બેસવા મેરીને નિમંત્રણ આપ્યું. મેરીએ દિલગીરી સાથે જણાવ્યું કે, તેને તે આજે રાતે જ પાછા જવાનું છે. છતાં મિત્ર જેસફ જે એક મહેરબાની કરે, તો તે અવારનવાર તેમને મળવા આવે ખરી.
બોલી નાખ, પ્યારી.”
ઉપરનાં બાનુઓની ઈચ્છા છે કે, તમે મિઠ સ્નડગ્રાસ અહીં આવ્યા હતા, તે વાત મિત્ર વર્ડલને ન કહેશે.”
બસ એટલું જ ? હું નહિ જ કહું વળી.”
જે તમે કહેશે તો મિત્ર વોર્ડલ ગુસ્સે થઈ, તમને તથા મિસ ઍમિલીને પાછી દૂર ગામડે લઈ જશે, જ્યાં હું તમને કદી મળવા પામીશ નહીં.”