________________
પિકવિક કહાણ “બધું સહેલાઈથી સમજી શકાય એવું જ છે. તમે જે જરા વધુ જુવાન હોત, તે તમને કયારની એ ગુપ્ત વાતની ખબર પડી ગઈ હેત. પણ હુંય તમારા જેવો જ બુટ્ટો, એટલે છેલ્લા ચાર-પાંચ મહિનાથી હું, અમારા પડોશના એક યુવાન સદ્ગહસ્થ સાથે પરણવા એમિલીને આગ્રહ કર્યા કરતો હતો. મારી ડાહી દીકરી એમિલીએ એ વાત મિ ડગ્રાસને પણ કરી હશે, જેથી મિ. સ્નડગ્રાસ જરા ઉતાવળા થાય અને પોતાની કિંમત તેમની આગળ વધે! છેવટે એ બંને જણ એવા નિર્ણય ઉપર આવ્યાં કે, આખી દુનિયા તેમની વિરુદ્ધમાં પડી છે, અને તે બંનેને રિબાવવામાં જ આનંદ માને છે તેથી એ પ્રેમ-પંખીડાં માટે હવે ગુપચુપ લગ્ન કર્યા સિવાય કે આત્મહત્યા સિવાય બીજે કશે માર્ગ બાકી રહેતો નથી! હવે સવાલ એ છે કે, આપણે શું કરવાનું છે?”
પણ તમે આ પહેલાં શું શું કર્યું છે, તે કહી દેને!” મિ. પિકવિકે પૂછયું.
મેં મૂરખ માણસ જેવું જે કંઈ કરી શકાય તે કર્યું છે વળી! મેં બૂમબરાડા પાડયા, ધમકીઓ આપી, અને મારી બુઠ્ઠી માને હિસ્ટીરિયા ચડાવ્યો !”
શાબાશ; બહુ રૂડું કામ કર્યું; આ સિવાય બીજું કરી પણ શું શકે ?” મિપર્કરે કટાક્ષમાં કહ્યું.
બીજે આખો દિવસ પણ બબડત, બરાડતો, અને ફૂંફાડા મારતો રહ્યો; પછી મને જ લાગ્યું કે, આમ સી પાસે અકારા થવાની શી જરૂર છે? એટલે મેં તરત એક ઘેડાગાડી ભાડે કરી, અને એમિલીને આરાબેલાને મળવાને બહાને અહીં ઉપાડી લાવ્યો.”
“તો મિસ વર્ડલને તમે સાથે જ લાવ્યા છે, કેમ?”
“હા, અડેફીમાં ઓર્ન હોટેલમાં હું ઊતર્યો છું, અને તમારે પરાક્ષ્મી મિત્ર, હું અહીં આવ્યો તે દરમ્યાન તેને ઉઠાવી ન ગયો હોય, તે તે અત્યારે પણ ત્યાં જ હશે.”