________________
૪૫૯
મિ. વોર્ડલની મુશકેલીઓ તમારે આ બાબતમાં મારી સલાહ જોઈએ છે, ખરી ?” મિત્ર પરે પૂછયું.
જરૂર,” વેઈલે મિ. પિકવિક સામું જોતાં જોતાં કહ્યું.
“તો, મારી સલાહ એ છે કે, તમે બંને અહીંથી ઊઠે, અને એકબીજા સાથે વાત કરી લે; પછી તમે બંને જે એકમતીથી નિર્ણય ઉપર ન આવી શકે, તો હું મારે ફેંસલે તમને સંભળાવવા તૈયાર છું.”
“આ તે બહુ સંતોષકારક યોજના છે,” વોર્ડલ હસવું કે ગુસ્સો કરવો એ નક્કી ન કરી શકવાથી બોલી ઊઠયા.
અરે જાઓ, મહેરબાને, તમને હું બરાબર ઓળખું છું, તમે બંને ક્યારના એક નિર્ણય ઉપર આવી જ ગયા છે,” એમ કહી પર્કરે પોતાની દાબડી મિ. પિકવિકની તથા મિ. વોર્ડલની પાંસળીમાં વારાફરતી ખોસી દીધી. ત્રણે જણ ખડખડાટ હસી પડયા.
તો આજે તમે પાંચ વાગ્યે મારે ત્યાં જમવા આવજે.” વડલે મિ. પકરને ફરમાવ્યું.
મિત્ર વોર્ડલ અને મિત્ર પિકવિક “જ્યોર્જ ઍન્ડ વલ્ચર” હોટેલે આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, ઍમિલીને પત્ર મળતાં જ આરાબેલા અડેલ્ફી તરફ તેને મળવા પહોંચી ગઈ છે. મિ. વર્ડલને શહેરમાં કામકાજ હોવાથી તેમણે જોસફ સાથે પોતાને ઉતારે ખબર કહેવરાવી કે, મિ. પિકવિક વગેરે સાથે પોતે પાંચ વાગ્યે જમવા પાછા ફરશે.
જોસફ ઉતારે પાછો ફર્યો ત્યારે બારણે ટકોરા માર્યા વિના અંદર કમરામાં ઘૂસ્યો. તે વખતે આરાબેલા અને તેની ફૂટડી નોકરડી મેરી બારી તરફ કંઈક જેવા વળ્યાં હતાં, અને દરમ્યાન મિઑડગ્રાસ મિલીની કમરે હાથ વીંટાળી તેને કંઈક આશ્વાસન આપતા હતા.
જેસફને અંદર આવેલો જોઈ સૌ ચોંકી ઊઠયાં. જોસફ મિ. વડલને માની નેકર હોઈ તે જે મિડ સ્નોડગ્રાસ છૂપી રીતે