________________
મિવડલની મુશ્કેલીઓ
ર૧ “ખરી વાત; હું કહીશ જ નહિ. પણ તું ઊઠે છે કેમ ?”
“ઉપર જઈ મારે મારાં માલિકણુને ડિનર માટે તૈયાર કરવાનાં છેને!”
ના, હજુ ન જતી.”
“પણ મારે જવું જ જોઈએ,” એમ કહી મેરી, જાડિયાને લાં થયેલ હાથ ચપળતાથી ટાળી, ઝડપી પગલે ઉપર ચાલી ગઈ. જાડિયાએ પછી ખાવાની વસ્તુઓ ઉપર જોરથી મારો ચલાવ્યો.
દરમ્યાન, ઉપર સૌ મંડળે જુદી જુદી પરિસ્થિતિમાં શું કરવું તે અંગે વિચારણા કરી લીધી. મિ. ડેલ જે કાઈ પણ હિસાબે આ લગ્ન કબૂલ રાખવા તૈયાર ન જ થાય, તો કેવી રીતે નાસી જઈ છૂપી રીતે લગ્ન કરી નાખવાં તેની યોજના પણ સાંગોપાંગ વિચારાઈ ગઈ. પણ એ બધી વાતમાં સૌને ખ્યાલ ન રહ્યો કે, મિવોર્ડલ વગેરેને જમવા આવવાનો સમય થઈ ગયો છે.
છતાં છેવટે પણ મોડું થયાને વિચાર આવતાં સૌ ક્યાં. બાનુઓ જમવા સારુ તૈયાર થવા માટે ઍમિલીના શયનકક્ષ તરફ દેડી ગઈ અને મિત્ર સ્નોડગ્રાસ બહાર ચાલ્યા જવા માટે બેઠકના ઓરડાના બારણાની બહાર નીકળ્યા. પણ એટલામાં નીચે મિવર્ડલને અવાજ સાંભળી ગભરાયા અને એ જ કમરામાં પાછા ફરી, તેની અંદરથી જવાતા મિત્ર વોર્ડલના શયનકક્ષમાં પેસી ગયા, અને અંદરથી તેનું બારણું તેમણે બંધ કરી દીધું.
મિત્ર વોર્ડલ, મિ. પિકવિક, મિત્ર નેથેનિયલ વિલ અને મિત્ર બેન્જામિન એલન હવે બેઠકના ઓરડામાં આવીને બેઠા.
અંદર પેઠેલા મિત્ર સ્નડગ્રાસ પોતે જલદી પાછા ફરી ગયા તે બદલ જાતને ધન્યવાદ આપવા લાગ્યા અને એ કમરાનું બીજું બારણું ઉઘાડી બહાર નીકળવા ગયા. પણ આ શું? એ બારણાને બહારથી તાળું મારેલું હતું. હવે તો બાનુએ કલ્પના કરીને, પિતે