________________
મિ॰ પિકવિક એન ઍલનને અને રોબર્ટ સાયરને મળે છે
૩
મિ॰ પિકવિક હૅવે સમજાવતા હાય તેમ ખેલ્યા, જુઓ, મારી વાત પહેલાં સાંભળી લે. મેં આ લગ્નમાં કશી મદદ કરી નથી. માત્ર લગ્ન પહેલાંની એક મુલાકાત વખતે હું હાજર રહ્યો હતા; તે પણ યુવક-યુવતી એકલાં એકાંતમાં મળે એ અજુગતું ગણાય તે માટે. જો કે, તે વખતે મને વહેમ સરખા પણ ન હતા કે, તેએ લગ્ન કરવાની આવી ઉતાવળ કરશે. જો કે, લગ્ન કરવાના તેમને ઇરાદે છે, એમ મેં જાણ્યું હાત, તેા હું આડે આવ્યા હાત એમ હું એથી નથી કહેવા માગતા. ’
66
“ જુએ, તમે બધાં સાંભળે, આ માલુસ શું કહે છે તે!” ઍલન ગુસ્સામાં ખેલી ઊઠયો.
“હા, હા, હું ઇચ્છું છું કે તે બધાં મારી વાત સાંભળે. તમને તમારી બહેન ઉપર પરાણે કશું લાદવાને જરા પણ અધિકાર નથી; કારણ કે તમારાં મા અને બાપ ન હોવાથી ભાઈ તરીકે તમારી પાસે જ તે પેાતાના મનની વાત પ્રગટ કરી શકે તથા સહાનુભૂતિની આશા રાખી શકે. પણ તમે તે તેના મનની લાગણીઓને કશે। જ વિચાર કરવાને બદલે તેના ઉપર જોરજુલમ ચલાવવાનેા જ ઇરાદો રાખ્યા કર્યાં છે. મારા મિત્ર બધી રીતે લાયક જુવાન છે; એ વાતના જો તમે લેાકેા શાંતિથી વિચાર કરવા ન માગતાં હૈ, તે મારે તમારી સાથે વિશેષ વાતચીત કરવી નથી.
""
ઍલને તરત ખુરશી ઉપરથી ઊભા થઈ જાહેર કર્યું કે, તે આરાખેલાનું માં હવે કદી જોવાને નથી; અને મિ॰ Ăાબ સાયરે જણાવ્યું કે, એ ભાગ્યશાળી વરરાજા ઉપર તે પેાતાનું વેર એક દિવસ ખસૂસ લેશે.
પણ આ જગાએ ફાઈબા વચ્ચે પડયાં. તેમના ઉપર મિ પિકવિકની વાતને સારા પ્રભાવ પડયો હતા. તેમણે મિ॰ એન્જામિન ઍલનને સમજાવીને કહ્યું, આ જે થયું છે તેમાં કશું ખાટું થયું નથી; ડર એ વાતના હતા કે આથીય વધુ ભૂંડું થઈ બેસે. જે થઈ ચૂકયું