________________
૫૦
કેટલીક વિદાય: ભાવભરી અને કડવી
આશરાબેલાને ધીમે ધીમે, આઘાત ન લાગે તેમ મિત્ર પિકવિકે મિવિકલ-સીનિયર સાથેની પોતાની મુલાકાતને અહેવાલ સંભળાવ્યો, ત્યારે તે બિચારી પિતા-પુત્ર વચ્ચે આવા કારમા અણબનાવનું નિમિત્ત બનવા બદલ કલ્પાંત કરવા લાગી.
“વહાલી મીઠડી, એમાં તારે શું વાંક છે? એ ડોસા પોતાના પુત્રના લગ્નનો આટલો બધે વિરોધ કરશે, એ પહેલેથી કલ્પી શકાય તેમ જ નહોતું. અને તે ડોસા પોતાના કેવા સદભાગ્યને પિતાને હાથે પિતાની પાસેથી દૂર ઠેલી રહ્યા છે, એ જોઈ મને તેમના ઉપર ખરેખર દયા આવે છે.”
પણ આમ જ જે તે અમારા પ્રત્યે અણગમો કાયમ રાખશે, તો અમારું શું થશે ?” ' “હજુ તેમના જવાબની રાહ જોઈએ, વહાલી; તેમને પણ વિચાર કરવા દેવો જોઈએ.”
પણ નેથેનિયલના બાપુ પોતાની મદદ પાછી ખેંચી લેશે તે નેથેનિયલનું શું થશે ?”
જે એમ બનશે, મીઠડી, તો હું ભવિષ્ય ભાખું છું કે, તારા વહાલા પતિને કોઈ શુભેચછક મિત્ર તેને જગતમાં ઉચિત સ્થાને પહોંચાડવા માટે મદદે દોડી આવવામાં પાછી પાની નહિ જ કરે.”
આરાખેલા એ વાક્યમાં રહેલું સૂચન સમજી ગઈ. તેણે તરત પોતાના બંને હાથ મિ. પિકવિકના ગળાની આસપાસ વીંટી દીધા, અને તેમને વહાલપૂર્વક ચુંબન કરતાં કરતાં વધુ જોરથી ડૂસકાં ભરવા માંડ્યાં.
४०७