________________
૪૧૨
પિકવિક કલબ મિ૫ર્કરે હવે એ લોકે ઝટ વિદાય થાય તે માટે લેટનને બારણું ઉઘાડવા કહ્યું.
મિ. પિકવિક તરત જ વચ્ચે આવી બેલી ઊડ્યા, “થે, થોભે, મારે કંઈક કહેવું છે.”
મિ. ૫ર્કરે કહ્યું, “સાહેબ, વાત જ્યાં છે ત્યાં જ થંભાવી દે; મિ. પિકવિક, હું વિનંતી કરું છું.”
ના, ના, મને આ લોકો આમ દબાવી જાય, એ હું જરાય સાંખી લેવાનો નથી. મિ. ડોડસન તમે અને તમારા ભાગીદારે હમણાં જાણે મારી તરફ મહેરબાની કરી ક્ષમાભાવ દાખવતા હો તેવી વાત કરી. પરંતુ તમારા જેવાની પાસેથી પણ એવી ધૃષ્ટતાની મેં આશા રાખી નહતી.”
“આપને શું કહેવું છે, સાહેબ ?” ડેડસન બેલી ઊઠ્યો. “હાં, આપને શું કહેવું છે, સાહેબ ?” ફેગે પુનરુક્તિ કરી.
“તમે જાણો છો કે, હું તમારા બદમાશીભર્યા દુષ્ટ કાવતરાનો ભોગ બન્યો હતો. તમે જાણે છે કે, તમે મને જેલમાં પુરાવ્યો હતો, તથા હવે લૂંટયો છે. તમે ફરિયાદીને વકીલ છે, એ પણ જાણે છે.”
હા, સાહેબ અમે જાણીએ છીએ,” ડેડસને જવાબ આપ્યો.
અલબત્ત, અમે જાણીએ જ છીએ,” ફગે ચેકવાળું ખીરું અજાણમાં જ થાબડતાં કહ્યું.
તમારાં એ બધાં કારનામાં વિષે મારે અભિપ્રાય શું છે એ હું તમને મોઢામોઢ સંભળાવી દેવા માગતો હતો; પણ મારા પ્રિય મિત્ર મિ. ૫ર્કર મને ના પાડી રહ્યા હતા. પરંતુ તમે જે ઠસ્સાથી મારી સાથે વાત કરી, તે જોઈ હું આભો જ બની ગયો છું.” આમ કહી મિ. પિકવિક ફગ તરફ એવા જુસ્સાથી વળ્યા છે, તે એકદમ બારણું તરફ ધસી ગયો.
ડૉડસન એ સૌમાં કદાવર માણસ હતો, પણ તે તે ફગની પાછળ પહેલે ભરાઈ જઈને બોલવા લાગ્યો, “મિ. કૅગ, ભલે તમારા ઉપર તે હુમલો કરે; કશેય સામનો ન કરતા.”